શું તમારી ઈચ્છા છે સુશાંત સિંહ રાજપૂત વાળા ફ્લેટમાં રહેવાની? ફક્ત આટલું જ ભાડું છે
અભિનેતા સુશાંત સિંહ રાજપુરના નિધનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું. ગત 14 જૂનના રોજ સુશાંત જે ભાડાના ઘરમાં રહેતો હતો તેમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હવે સુશાંતના નિધનને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં પણ સુશાંત જે ભાડાના ફ્લેટમાં રહેતો હતો તે ઘર ખાલી પડ્યું છે. એક વર્ષ વીત્યું હોવા છતાં પણ આ ફ્લેટને કોઈ ભાડુઆત નથી મળી રહ્યો.
સુશાંત સિંહ રાજપૂતનો આ ફ્લેટ બાંદ્રાના માઉન્ટ બ્લોકમાં સ્થિત છે. સુશાંત પાસે ત્રણ વર્ષ એટલે કે 10 ડિસેમ્બર 2019થી લઈને 9 ડિસેમ્બર 2022 સુધી આ ફ્લેટનો કોન્ટ્રાકટ હતો. સુશાંતને પહેલા વર્ષે આ ફ્લેટ માટે દર મહિને 4 લાખ 30 હજાર રૂપિયા ભાડું આપવાનું હતું. બીજા વર્ષે 4 લાખ 51 હજાર અને ત્રીજા વર્ષે 4 લાખ 74 હજાર ભાડું આપવાનું હતું. હવે ફ્લેટના માલિક તેને 4 લાખના માસિક ભાડે આપવા માંગે છે.
એક સલેબ્રીટી બ્રોકર દ્વારા મીડિયાને મળેલ માહિતી અનુસાર કહેવામાં આવ્યું હતું કે આ સુંદર સી વ્યુ એપાર્ટમેન્ટ છે અને આ સર્જનાત્મક માઈન્ડ માટે ખુબ જ સારું છે અને એમના માટે તો ખુબ જ સારું છે જે કામ માટે મુંબઈમાં શિફ્ટ થયા છે. જેવી જ આ મહામારી ખતમ થશે અને બધું જ ફરી શરૂ થશે ત્યારે કદાચ લોકોને તેમાં રસ વધશે.
જો કે મકાન માલિકને આ ફ્લેટ હજુ ભાડે નથી ગયો તે વાતને લઈને કોઈ આપત્તિ નથી, તે જાણે જ છે કે આ ફ્લેટ તેના લોકેશનના કારણે જલ્દી જ ભાડે ચાલ્યો જશે. પરંતુ હાલમાં આ ઘર વેરાન પડ્યું છે અને આ ઘરને લઈને લોકો અલગ અલગ પ્રકારની વાતો પણ કરી રહ્યા છે.
તો આ અંગે પ્રોપર્ટી ડીલર પાસેથી મીડિયાને જાણવા મળ્યું હતું કે સુશાંતના આપઘાતના કારણે આ ફ્લેટ લેવામાં લોકો સંકોચ કરી રહ્યા છે. ઘણા સેલેબ્સ દ્વારા આ ફ્લેટ જોવામાં આવ્યો હતો, પરંતુ વાત આગળ વધી શકી નહોતી