આજે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિને થશે ફાયદો અને કઇ રાશિ પર પડશે પ્રભાવ

આજે લાગવાનું છે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ, ખરાબ પ્રભાવથી બચવા માટે કરો આ ઉપાય

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે એટલે કે આજે થઈ રહ્યું છે. હિંદુ કેલેન્ડર મુજબ આ ગ્રહણ માર્ગશીર્ષ મહિનાની અમાવાસ્યા પર વૃશ્ચિક અને જ્યેષ્ઠ નક્ષત્રમાં થવાનું છે. ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ તે દરેકને અસર કરશે. ભારતમાં દૃશ્યતા એકદમ શૂન્ય હશે, તેથી તેનો સુતક સમયગાળો અહીં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સુતક શરૂ થાય છે. જે દરમિયાન અમુક ક્રિયાઓ પર પ્રતિબંધ હોય છે. સૂર્યગ્રહણની દૃશ્યતા એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, એટલાન્ટિકના દક્ષિણ ભાગમાં, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકામાં હશે. ભારતીય સમય અનુસાર, ગ્રહણ સવારે 10:59થી શરૂ થશે અને બપોરે 3:7 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 4 મિનિટનો રહેશે. આ ગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં, તેથી તેનો સુતક કાળ માન્ય રહેશે નહીં.

મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો પર ગ્રહણની શુભ અસર પડશે. કરિયરમાં પ્રગતિના માર્ગો મળશે. આવક વધી શકે છે. નવી નોકરીની ઓફર મળવાના ચાન્સ રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. બીજી તરફ વૃશ્ચિક, મેષ, ધનુ અને વૃષભ રાશિના લોકો માટે ગ્રહણ સારું માનવામાં આવતું નથી. આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી સાવચેત રહો. 04 ડિસેમ્બરે એટલે કે આજે સૂર્યગ્રહણની અસર કેટલીક રાશિઓ પર પડશે.

વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ શુભ રહેશે. તમને તમારી કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે.

મીન રાશિ : સૂર્યગ્રહણ મીન રાશિના લોકોના પરિવારમાં ઘણી ખુશીઓ લઈને આવશે. આર્થિક વૃદ્ધિના મજબૂત સંકેતો છે.

કન્યા રાશિ : તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયો સાચા સાબિત થશે. તમને આર્થિક સમૃદ્ધિ મળશે. કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.

મિથુન રાશિ : વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ તમારા માટે વરદાનથી ઓછું નહીં હોય. તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવનાર છે.

ધન રાશિ : આ રાશિના લોકોને પ્રગતિની સાથે પોતાના પ્રિયજનો તરફથી ઘણું માન અને ખ્યાતિ મળશે.

સૂર્યગ્રહણ દરમિયાન તમારા મનમાં સૂર્ય ભગવાનની પૂજા કરો.ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરિયાતમંદોને કંઈક દાન કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ગ્રહણ પર ખરાબ અસર પડતી નથી.ગ્રહણના સમયગાળા દરમિયાન ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્ર અથવા મૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ.

Shah Jina