BREAKING : આજે લતા મંગેશકર, સંત કાશ્મીરી બાપુ પછી વધુ એકનું નિધન….

દેશના શાન સમાન અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જગતના શિરમોર સ્વરકોકિલા ભારત રત્ન લતા મંગેશકરનું આજે 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના 08:12 કલાકે અવસાન થયું છે. તેમના બહેન ઉષાજીએ આજે લતાજીના અવસાન અંગે જાણ કરી હતી. ગયા મહિને 92 વર્ષીય લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અને તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો પરંતુ 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ટિમ ઇન્ડિયાના ક્રિકેટર સુરેશ રૈનાના ફાધરનું ત્રિલોકચંદ રૈનાનું રવિવારે મતલબ આજે અવસાન થયું છે. ત્રિલોકચંદ લાંબા સમયથી કેન્સરની બીમારી સાથે લડી રહ્યા હતા. તેમણે ગાજિયાબાદ સ્થિત ઘરમા છેલ્લા શ્વાસ લીધા હતા અને દુનિયાને અલવિદા કહ્યું હતું. સુરેશ રૈનાના પિતા ભારતીય સૈન્યમાં સેવા આપી ચૂક્યા છે અને તેઓ બોમ્બ બનાવવામાં એક્સપર્ટ હતા. જ્યારે રૈનાના પિતાનું ગામ રૈનવારી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત છે.

1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હત્યા બાદ તેમના પિતાએ ગામ છોડી દીધું હતું. ત્યારબાદ પરિવાર મુરાદનગરમાં આવીને વસી ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરેશ રૈનાના ફાધરની કમાણી ૧૦,૦૦૦ રૂપિયા હતી. એવામાં તે પોતાના દીકરાની ક્રિકેટ કોચિંગની એકેડમીની ફિસ આપવામાં અસમર્થ હતા. જોકે, આ સમસ્યા જલદી દૂર થઇ ગઇ. જ્યારે વર્ષ 1998માં રૈનાને લખનઉની ગુરુ ગોવિંદ સિંહ સ્પોર્ટ્સ કોલેજમાં એડમિશન મળ્યું હતું.

ક્રિકેટરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પિતા એ સૈનિકોના પરિવારોની સારસંભાળ રાખતા હતા જેમનું નિધન થઇ ગયું હોય. એ પરિવારોને આર્થિક મદદ કરતા હતા કે સાથે જ એ વાતનું ધ્યાન રાખતા હતા કે તેઓને એ સુવિધા મળે જેના તેઓ હકદાર છે. ક્રિકેટરના ફાધરે આજે રવિવારે ગાઝિયાબાદના રાજનગરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ક્રિકેટ જગત ખૂબ જ શોકમાં છે. ત્રિલોકચંદ રૈના ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. તે ઓર્ડનન્સ ફેક્ટરીમાં બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતી. તેમનું મૂળ ગામ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં રૈનાવારી છે. 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હત્યા બાદ તેના પિતાએ ગામ છોડી દીધું હતું. પછી આ લોકો ગાઝિયાબાદના મુરાદનગર આવ્યા. તેમને બે દીકરા સુરેશ, દિનેશ અને બે દીકરીઓ છે. સુરેશ રૈનાએ 3 એપ્રિલ 2015ના રોજ પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી અને એક પુત્ર છે. કાશ્મીરી પંડિત ત્રિલોક ચંદ રૈનાએ તેમના બાળકોના ઉછેર માટે સખત મહેનત કરી હતી.

YC