સુરતમાં માવઠાએ લગ્નના રંગમાં પાડ્યો ભંગ, 100થી વધુ લગ્નો ખોરવાયા, ક્યાંક તાડપત્રી બાંધીને થઇ વિધિ તો ક્યાંય વરરાજા છત્રી લઈને વરઘોડામાં નીકળ્યા, જુઓ

દેવ ઉઠી અગિયારસ બાદ ગુજરાતની અંદર ઠેર ઠેર લગ્નના આયોજનો શરૂ થઇ ગયા, ત્યારે લગ્નોના માહોલ વચ્ચે જ માવઠાએ લગ્નના રંગમાં ભંગ પાડ્યો. 19મી નવેમ્બરે સાંજે 5-30 વાગ્યા પછી સુરતમાં કમોસમી વરસાદ શરૂ થઇ હયો હતો. જેના કારણે શહેરમાં 100થી ‌પણ વધુ લગ્નો અટવાયા હતાં.

અચાનક ચાલુ લગ્ન પ્રસંગોનુ અંદર વરસાદ શરૂ થવાની સાથે જ અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો, ક્યાંક લોકો તાડપત્રી રાખી અને વિધિ પૂર્ણ કરાવતા જોવા મળ્યા તો ક્યાંક લોકો માથા ઉપર ખુરશીઓ રાખી અને લગ્નમાં ઉભેલા જોવા મળ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

આગામી બે દિવસોમાં પણ સુરત શહેરની અંદર 250 કરતા પણ વધારે લગ્નો છે, જેના કારણે લોકોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદના કારણે લગ્નના આયોજનો ઉપર પણ પાણી ફરી વળ્યું છે. શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં હવે ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગત રોજ આવેલા માવઠા દરમિયાન જે લોકોના લગ્નની તારીખ નક્કી જ હતી અને ચાલુ પ્રસંગમાં વરસાદ ખાબકતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. એક જગ્યાએ તો ચાલુ વરઘોડામાં વરસાદ વરસી પડ્યો હતો, ત્યારે વરરાજા પણ માથા ઉપર છત્રી મૂકી અને વરઘોડો લઈને નીકળ્યા હતા. સોશિયલ મીડિયામાં આ વરરાજાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


તો વાયરલ થઇ રહેલા વીડિઓની અંદર લગ્ન સ્થળ ઉપર ચાલતી વિધિમાં લોકો તાડપત્રી પકડી રાખી અને વિધિ કરાવતા જોવા મળી રહ્યા છે, તો એક જગ્યાએ લોકો માથે ખુરશી રાખીને ઉભા પણ જોવા મળે છે. તો અન્ય એક વરઘોડાના પ્રસંગમાં આંખે આખી બગીને તાડપત્રીથી ઢાંકેલી પણ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


તો અન્ય એક વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વરઘોડો નીકળ્યો છે અને રસ્તામાં જ મેઘરાજા જાન લઈને પહોંચે એ પહેલા જ એન્ટ્રી મારી દે છે. જેના કારણે બેન્ડ અને બગી તાડપત્રીથી ઢાંકી દેવામાં આવે છે.

Niraj Patel