સુરતમાં 7 મુ ભણતી સગીરાને ભગાડી ગયો આ યુવક, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી પોલિસે દબોચી લીધો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી અવાર નવાર સગીરાઓ કે યુવતિઓ પર બળાત્કાર અને અત્યાચાર કે પછી તેમને ભગાડી લઇ જવા જેવા કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે યુવકો પોતાની હવસ સંતોષવા સગીરાઓ કે યુવતિઓને નિશાન બનાવે છે અને તેમની સાથે સુખ માણી તેમને તરછોડી દેતા હોય છે. ત્યારે હાલમાં સુરતના વરાછામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પાડોશી યુવકે સગીરાને લગ્નની લાલચ ભગાડી હતી. જો કે, સગીરાના પિતા દ્વારા આ બાબતે વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ત્યારે બીજા દિવસે યુવક તેના ઘરે આવતા પોલિસે તેને દબોચી લીધો હતો. પોલિસે આ મામલે તેની પૂછપરછ કરી હતી અને તેણે આ અંગેની કબૂલાત પણ કરી હતી. પોલિસે હાલ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, યુવક કિશોરીને લઇ ગયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને સીસીટીવી તપાસતા આ વાત સામે આવી હતી.

સીતાનગર પાસે એક રૂમમાં યુવકે કિશોરીને રાખી તેની સાથે સંબંધ પણ બાંધ્યો હતો. જે બાદ યુવક બીજા દિવસે ઘરે આવ્યો ત્યારે પોલિસે તેને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરતના ખટોદરામાં એક 14 વર્ષની સગીરા કે જે ધોરણ 7માં અભ્યાસ કરે છે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જો કે, આરોપીની પોલિસે ધરપકડ કરી હતી. પરંતુ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત બીજા એક બનાવની વાત કરીએ તો, અમદાવાદમાં પણ એક મહિલા દુષ્કર્મનો શિકાર થઇ હતી અને આ બાબતે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ હતી. આરોપી વિરૂદ્ધ 15 લાખ રૂપિયાની છેતરપિંડી અને દુષ્કર્મનો આરોપ મહિલાએ લગાવ્યો હતો. સોલા પોલિસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે.

Shah Jina