સુરતમાં છૂટાછેડા લેવા વકીલ પાસે ગયેલી મહિલા પર વકીલે ગુજાર્યુ દુષ્કર્મ…પીડિતાએ આરોપ લગાડતા જુઓ શું શું કહ્યું

સુરતમાં વકીલ પાસે છૂટાછેડા માટે ગયેલી મહિલા પર વકીલે ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું, ધ્રુજાવી નાખે તેવી કહાની, જાણો

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, જેમાં સગીરા અને યુવતિઓથી લઇને પરણિત મહિલાઓ પણ હવસનો શિકાર બને છે. ત્યારે હાલમાં સુરતમાંથી આવો એક મામલો સામે આવ્યો. એક મહિલા તેના પતિ સાથે છૂટછેડા લેવા વકીલ પાસે ગઇ અને તે જ વકીલની હવસનો શિકાર બની.

File Pic

જણાવી દઇએ કે, સુરતની એક મહિલા તેના પતિ સાથે છૂટાછેડા લેવા ઈચ્છતી હતી, આ માટે તેણે વકીલનો સંપર્ક કર્યો પણ આ વકીલે મહિલા પર દુષ્કર્મ આચર્યું અને તેને પોતાની હવસનો શિકાર બનાવી. પતિ સાથે છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી હવસખોર વકીલે મહિલા પર એકવાર નહિ પરંતુ અનેકવાર દુષ્કર્મ આચર્યું. પ્રાપ્ત વિગત અનુસાર, 4 મહિના પહેલા જ પીડિતાના લગ્ન થયા હતા, પણ પતિ સાથે કટરાગ થતા તે છુટાછેડા લેવા ઈચ્છતી હતી.

File Pic

આ માટે તેણે એક વકીલનો સંપર્ક કર્યો પણ તેણે પરણિતા પર દુષ્કર્મ આચર્યું. પતિ-પત્ની વચ્ચે ખટરાગ થતાં પત્ની ફરિયાદ કરવા પુર્ણા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેની ઓળખાણ વકીલ સાથે થઈ હતી. ત્યારબાદ વકીલે પરણીતાને કુરસદ ગામના એક ફાર્મ હાઉસમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું.

Shah Jina