વીડિયો બનાવવાના શોખીન બાળકો માટે ચેતવણી રૂપ કિસ્સો, ઘરવાળા 11 વર્ષની દીકરીના હાથમાં મોબાઈલ આપી અને ગયા અને પાછા આવ્યા ત્યારે..

સુરતમાં આ 11 વર્ષની દીકરી મોબાઈલથી રમતી હતી, ગળે ફાંસો લાગી જતા થયું મોત, બાળકોને વીડિયો બનાવી ફેમસ કરનારા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

આજકાલ દરેક વાલીઓ પોતાના બાળકને ટેલેન્ટેડ બનાવવા માંગે છે, સોશિયલ મીડિયામાં બાળકોના વીડિયો બનાવી તેમની પ્રતિભાને દુનિયાને બતાવતા હોય છે. બાળક પણ આ બધામાં ધીમે ધીમે ઊંડું ઉતરવા લાગે છે, પરંતુ ઘણીવાર આ બધાનું પરિણામ ખુબ જ ભયાનક પણ આવતું હોય છે.

આવું જ કંઈક હાલ સુરતમાં એક 11 વર્ષની બાળકી સાથે બન્યું છે. પ્રાપ્ત માહિતી અંસુઅર મોબાઈલમાં વીડિયો બનાવવાનો શોખ ધરાવતી 11 વર્ષીય બાળકીના પરિવારજનો તેને ધ્યાન રાખવાનું કહી અને કામ ઉપર ગયા હતા, જેના બાદ વીડિયો બનાવવા જતા દરમિયાન બાળકીના ગળામાં ફાંસો લાગી જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર મૂળ નેપાળના વતની હીરાભાઈ ભૂલ વર્ષોથી મહિધરપુરા, હીરાબજાર ખાતેના જદાખાડીમાં આવેલી સપના બિલ્ડિંગમાં વોચમેન તરીકે કામ કરી પરિવાર સાથે ત્યાં જ રહે છે. હીરાભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જે પૈકી બે પુત્રી વતનમાં રહે છે, જ્યારે 11 વર્ષીય નાની પુત્રી નિકિતા અને પુત્ર નિખિલ તેમની સાથે રહે છે.

આ દરમિયાન જ શનિવારે બપોરે નિકિતા ઘરમાંથી લોખંડની બારીને બાંધેલા દુપટ્ટા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેણીને તાબડતોબ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને મૃત ઘોષિત કરી હતી. તો આ બાબતે નિકિતાને રમતાં રમતાં ફાંસો લાગી જતાં તેનું મોત નીપજ્યું હોવાનું મહિધરપુરા પોલીસ જણાવી રહી છે.

નિકિતાએ મોબાઈલ ફોનમાં ગીતો ગાતા અને ડાંસ કરતા સંખ્યાબંધ વીડિયો બનાવ્યા હતા. વીડિયો બનાવવાના ચક્કરમાં તેણીને ફાંસો લાગી ગયો હોવાની તેમણે આશંકા વ્યક્ત કરી હતી. આ બાબતે મૃતક નિકિતાની માતાએ જણાવ્યું હતું કે…”ગયા વર્ષે જ નિકિતાનું બીજા ધોરણમાં એડમિશન કરાવ્યું હતું. રવિવારે બપોરે જમીને કામ પર જતા પહેલા તેણીને નાના ભાઈ નિખિલને સાચવવા માટે કહી ઘરમાંથી બહાર નહીં નીકળવા કહ્યું હતું.”

Niraj Patel