સુરતમાં દીકરીએ મમ્મી પાપાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને પછી પ્રેમીને બોલાવ્યો અને…

ઘોર કળયુગ: દીકરીએ માતા-પિતા સહિત પરિવારને ઘેનની દવાના પરોઠા ખવડાવીને સૂવડાવી દીધો, રાત્રે પ્રેમીને બોલાવીને કર્યો કાંડ

એવું કહેવામાં  આવે છે કે પ્રેમ આંધળો હોય છે, અને આ આંધળા પ્રેમમાં પાગલ થયેલા પ્રેમીઓને પોતાના પ્રેમ સિવાય બીજું કાંઇજ દેખાતું નથી હોતું, ઘણી ઘટનાઓ આપણે સોશિયલ મીડિયામાં અને સમાચારમાં જોઈ હશે જેમાં પ્રેમમાં પાગલ બનેલા લોકો પોતાના પરિવાર સાથે પણ દગો કરતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા ડિંડોલી વિસ્તારના એક પરિવારમાં રહેતી દીકરીએ પ્રેમમાં પાગલ બનીને એવું પગલું ભર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ દીકરીએ પહેલા તેના માતા પિતાને પરાઠાની અંદર ઊંઘની દવા ભેળવીને ખવડાવી દીધી અને પછી તેના પ્રેમીને ઘરે બોલાવી તેની સાથે ભાગી જઈને લગ્ન કરી લીધા હતા.

જ્યારે તે યુવતીના માતા પિતાને ભાન આવ્યું ત્યારે તેમને સમગ્ર ઘટના ખબર પડી હતી અને તેના બાદ તેમને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ નોંધાવી હતી. જેના બાદ પોલીસે ગણતરીના સમયમાં જ તેમની દીકરીને ઝડપી લઈને તેમની સામે હાજર કરી હતી, પરંતુ ત્યારબાદ દીકરીએ તેના પ્રેમી સાથે જ રહેવાનું જણાવતા યુવતીના પિતાએ ભગાડી જનાર યુવક અને તેના પિતા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર યુવતીએ 10 ધોરણ સુધીનો જ આભ્યાસ કર્યો છે, અને તેને તેની જ સોસાયટીમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, આ પહેલા પણ તે યુવક સાથે ભાગી ગઈ હતી, પરંતુ પરિવારના સભ્યો દ્વારા તેને સમજાવીને પાછી પણ લાવવામાં આવી હતી.

ત્યારે ફરી એકવાર ગત 12 સપ્ટેમ્બરના રોજ યુવતી એ સાંજે તેના પરિવાર માટે આલુ પરાઠા બનાવ્યા હતા, જેની અંદર તેને ઘેનની દવા નાખી દીધી હતી, જેના બાદ આ પરોઠાને ખાતા તેનો પરિવાર સુઈ ગયો હતો, જયારે સવારે જાગ્યા ત્યારે તેમને ચક્કર આવી રહ્યા હતા, તેમને દીકરીની તપાસ કરી પરંતુ તે ઘરમાં ક્યાંય મળી નહિ, જેના બાદ અગાઉ જે યુવક સાથે ભાગી ગઈ હતી તેના ઘરે જઈને તપાસ કરતા યુવક પણ ઘરે નહોતો. જેના બાદ યુવતીના પરિવારજનોએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel