રાજ્યમાં હાલ વરસાદની સિઝન છે, ત્યારે અનેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે, ભારે વરસાદને પગલે અનેક ઠેકાણે રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે. કેટલીક જગ્યાએ તો રસ્તાઓ પર મોટા ખાડા પણ પડી ગયા છે. ત્યારે સુરતમાં પણ રસ્તાઓની હાલત ખરાબ છે. તેવામાં સુરતની સાકેત ચોકડી નજીક 30થી40 જેટલા વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાડામાં ખાબકી.

જોકે, સદ્નસીબે બસ ત્રાસી થઇ જતા મોટી દુર્ઘટના ટળી હતી. બસ ત્રાસી થઇ જવાને કારણે બાળકો ચીસો પાડી રહ્યા હતા અને ચીસો સાંભળીને સ્થાનિકો પહોંચ્યા અને તમામને બારીમાંથી સલામત બહાર કાઢ્યા. જે બસ સાથે દુર્ઘટના સર્જાઇ તે મહારાજ અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ હતી.

જો બસ ખાડામાં ઉંધી પડી ગઇ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. જો કે બસમાં સવાર તમામ બાળકો સલામત રહેતા સ્થાનિકો, શિક્ષકોએ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જણાવી દઇએ કે, બસ ખાડામાં એટલી હદ સુધી ફસાઈ હતી કે ખસેડવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
View this post on Instagram