શું સાચે જ સની દેઓલ મુંબઈના રસ્તા પર નશામાં ધુત્ત થઈને લથડિયાં ખાઈ રહ્યો હતો ? રીક્ષા ચાલકે કરી મદદ ? શું છે વાયરલ વીડિયોની હકીકત ?

સની દેઓલના વાયરલ વીડિયો પાછળની હકીકત શું છે ? શું કોઈ ફિલ્મનું શૂટિંગ હતું કે સાચે જ દારૂ પીને સની લથડિયાં ખાતો હતો ? જુઓ હકીકત

Sunny Deol’s drunk viral video : સની દેઓલ દરરોજ કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવે છે. ગદર 2 એ તેની લોકપ્રિયતામાં વધારો કર્યો. આ એક્શનથી ભરપૂર ફિલ્મ ન માત્ર તેની કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ, પરંતુ તેના માટે બોલિવૂડના દરવાજા પણ ખોલી દીધા. બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ આવનારા સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાનો છે. હાલમાં જ, સની દેઓલનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં અભિનેતા નશાની હાલતમાં જુહુની સડકો પર આમતેમ લથડિયાં ખાતા જોવા મળે છે.

જુહુ બીચ પર નશાની હાલતમાં :

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે સની દેઓલ રસ્તા પર લથડિયાં ખાઈને ચાલી રહ્યો છે. ત્યારે જ ત્યાં એક રીક્ષા ચાલાક પણ આવે છે અને તેમને સાચવે છે. રીક્ષા ડ્રાઈવર ધીમેથી સનીને તેની રિક્ષામાં બેસાડે છે અને ત્યાં જ આ વીડિયો પૂર્ણ થઇ જાય છે. ત્યારે આ વીડિયોને જોઈને ચાહકો પણ સ્તબ્ધ રહી ગયા હતા. ઘણા લોકોએ એમ પણ કહ્યું કે સની નશાની હાલતમાં છે. તો કોઈએ એમ પણ જણાવ્યું કે સની પાજી ડ્રિન્ક નથી કરતા. આ તેમની ફિલ્મના શૂટિંગનો વીડિયો હશે.

લોકોએ આપી પ્રતિક્રિયા :

સની દેઓલનો આ વીડિયો જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો સની દેઓલના આ લુકથી આશ્ચર્યચકિત થયા હતા, તો કેટલાક ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે વાયરલ વીડિયો તેની આગામી ફિલ્મનો એક સીન છે, જે સની દેઓલ જુહુની શેરીઓમાં શૂટ કરી રહ્યો છે. હાલમાં જ સની દેઓલે આ વાયરલ વીડિયો પાછળનું સત્ય જણાવ્યું. તેણે એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે નશાની હાલતમાં ડગમગતા પગલાઓ સાથે આગળ વધી રહ્યો છે અને કેમેરા ટીમ તેની સામે ચાલી રહી છે.

સનીએ આપી સફાઈ :

આ વીડિયો શેર કરતા સની દેઓલે લખ્યું કે, “અફવાઓની સફર અહીં જ પૂરી થાય છે”. તમને જણાવી દઈએ કે સની દેઓલનો આ શોટ તેની આગામી ફિલ્મ ‘સફર’નો છે. સની દેઓલના આ વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “સની પાજીની એક્ટિંગ ખૂબ સારી છે. અન્ય એક યુઝરે લખ્યું, “તારા સિંહ હાવભાવ દ્વારા પોતાની ફિલ્મ વિશે જણાવે છે”. અન્ય એક યુઝરે લખ્યું, “શું કરશો પાજી, લોકોને ખરાબ જોવાની આદત છે”.

Niraj Patel