ફિલ્મો ઉપરાંત સરકારની તિજોરીમાંથી પણ આવે છે સની દેઓલને લાખોની આવક, એક ફિલ્મ માટે કરે છે આટલો ચાર્જ, જુઓ કેટલી છે તેની નેટવર્થ
Sunny Deol Income : હાલમાં જ આવેલી ફિલ્મ “ગદર 2” બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, આ ફિલ્મે થોડા જ દિવસોમાં તાબડતોડ કમાણી પણ કરી લીધી છે. ત્યારે ઘણા બધા લોકો એ પણ જાણવા માંગે છે કે આખરે આ ફિલ્મ માટે ફિલ્મના તારા સિંહ એટલે કે સની દેઓલે ફિલ્મ માટે કેટલો ચાર્જ કર્યો છે. સની દેઓલ હિન્દી સિનેમાના સૌથી ચર્ચિત અને લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે અથવા સરેરાશ પ્રદર્શન કરી રહી છે ત્યારે તેમની ગદર 2 ની કમાણી 300 કરોડના આંકડાને પાર કરી ગઈ છે.
એક ફિલ્મ માટે આટલો ચાર્જ કરે છે સની દેઓલ :
ફિલ્મની કમાણી કરવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. આ લોકપ્રિયતાના બળ પર સની દેઓલે ખ્યાતિની સાથે સાથે ઘણી સંપત્તિ પણ એકઠી કરી છે. ગદરના તારા સિંહ કરોડોની સંપત્તિ અને લક્ઝરી કારના માલિક છે. CA નોલેજ નામની વેબસાઈટ અનુસાર, 66 વર્ષના સની દેઓલની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે. તે દરેક ફિલ્મ માટે 10-15 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તેવી જ રીતે તે એક જાહેરાત માટે 2-3 કરોડ રૂપિયા લે છે. તેની સરેરાશ માસિક કમાણી 1 કરોડ રૂપિયા છે જ્યારે તેની વાર્ષિક કમાણી 12 કરોડ રૂપિયા છે.
લક્ઝુરિયસ કારનો છે મલિક :
2001માં રિલીઝ થયેલી સની દેઓલની ‘ગદર: એક પ્રેમ કથા’, ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક છે. કંપનીનું ઓલ-ટાઇમ કલેક્શન રૂ. 100 કરોડને વટાવી ગયું હતું જ્યારે તેને બનાવવામાં માત્ર રૂ. 18 કરોડનો જ ખર્ચ થયો હતો. સની દેઓલ પણ દેશના સૌથી વધુ ટેક્સ ભરનારાઓમાં સામેલ છે. સની દેઓલ પાસે લગભગ 1.69 કરોડ રૂપિયાની કાર છે. જેમાં રેન્જ રોવર અને ઓડી 8 સામેલ છે.
દેશ અને વિદેશમાં છે કરોડોની સંપત્તિ :
સની પાસે પાસે દેશમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે. વિલે પાર્લેમાં તે જ્યાં રહે છે તે ઘરની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. તેમની પાસે ખેતીલાયક અને બિનખેતી લાયક જમીન છે. પંજાબમાં તેની પૈતૃક સંપત્તિ પણ છે. તેમની પાસે માત્ર દેશમાં જ નહીં પરંતુ ઈંગ્લેન્ડમાં પણ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે. અજય સિંહ દેઓલ ઉર્ફે સની દેઓલ હાલમાં પંજાબની ગુરદાસપુર સીટ પરથી ભાજપના સાંસદ છે. તેમના પહેલા તેમના પિતા ધર્મેન્દ્ર પણ બીકાનેર સીટ પરથી ભાજપની ટિકિટ પર સાંસદ બની ચૂક્યા છે.
સરકારની તિજોરીમાંથી પણ આવે છે આવક :
લોકસભા સાંસદ તરીકે સની દેઓલને દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ સાથે, તેમને ફરજ પર રહેવા (સંસદમાં હાજરી) માટે દરરોજ 2,000 રૂપિયાનું ભથ્થું પણ મળે છે. આ ઉપરાંત તેમને કામકાજના ખર્ચ માટે દર મહિને સરકારી તિજોરીમાંથી રૂ. 60,000 આપવામાં આવે છે, જેમાં રૂ. 20,000 ઓફિસ ખર્ચ માટે અને રૂ. 40,000 ઓફિસ સ્ટાફના નિભાવ માટે આપવામાં આવે છે.