તારક મહેતાના અંજલિ ભાભીના સમર લુકે મચાવી સોશિયલ મીડિયામાં ધમાલ, જોઈને ચાહકોનો છૂટી ગયો પરસેવો.. જુઓ તસવીરો

Sunaina Fojdar’s summer look : તારક મહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરતો શો બની ગયો છે. આ શોની લોકપ્રિયતા ખુબ જ વિશાળ છે, ત્યારે શોની જેમ જ તેના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. આ શોમાંથી ઘણા એવા પાત્રો છે જે આ શોને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે, તો ઘણા મવા પાત્રોએ આવતાની સાથે જ આ શોમાં તેમની જગ્યા બનાવી લીધી છે, એવું જ એક પાત્ર છે શોના અંજલીભાભીનું, જે હાલ અભિનેત્રી સુનૈના ફોજદાર નિભાવી રહી છે.

તારક મહેતામાં સુનૈના ફોજદારે અંજલિ ભાભીનું કિરદાર નિભાવતા જ ચર્ચાઓ જગાવી હતી. તેમની સુંદરતા અને બોલ્ડનેસએ ચાહકોને મંત્રમુગ્ધ પણ કરી દીધા હતા. સુનૈના તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. આ ધારાવાહિકમાં જોડાયા બાદ તો સુનૈના ફોજદારની બોલબાલા શરૂ થઇ ગઈ અને તેના સોશિયલ મીડિયા પર પણ 1.1 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ થઇ ચુક્યા છે.

ત્યારે તેઓ પોતાની શાનદાર તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે, હાલમાં જ તેને પોતાનો સમર લુક પણ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો, જેની તસવીરો પોસ્ટ થવાની સ્સાથે જ વાયરલ પણ થઇ ગઈ. સ્ટાઈલના મામલે સુનૈનાનો કોઈ જવાબ નથી. તેથી જ તેના આ સમર લુકની તસવીરોએ સોશિયલ મીડિયામાં પણ આગ લગાવી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં સુનૈનાએ ફ્લોરલ મેક્સી ડ્રેસ પહેર્યો છે જેની હૉલ્ટર નેકલાઇન ખૂબ જ ગ્લેમરસ લુક આપી રહી છે. આ તસવીરો સાથે સુનૈના અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત પણ તેને પોતાની ઘણી તસવીરો શેર કરી છે જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સુનૈનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરતાં, તેણીએ સંતન, મીત મિલા દે રબ્બા, અદાલત, રેહના હૈ તેરી પલકોને કી છાવ મેં, લગી તુઝસે લગન, હમસે હૈ લાઈફ, કુબૂલ હૈ, પિયા બસંતી રે, યમ હૈ હમ, એક રિશ્તા પાર્ટનરશિપ કા, વાસ લાલ ઇશ્ક જેવા શોમાં જોવા મળી છે, હાલ તે તારક મહેતામાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે.

 

Niraj Patel