બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘પઠાણ’ અને જવાનને લઈને ચર્ચામાં છે. શાહરૂખ ખાન આ ફિલ્મ દ્વારા 4 વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે. શાહરુખ આ વખતે નવા જ અંદાજમાં જોવા મળશે. જો કે વાતમાં કઈ ખોટું નથી કે શાહરુખ ખાન જેટલો ફેમસ છે તેટલી જ શાહરૂખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન પણ ફેમસ છે.
સુહાના ખાને બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી શકે તેમ છે. સુહાના ખાન ગ્લેમરસ જગતની રાણી છે. શાહરૂખ ખાનની પ્રિય સુહાના ખાને ભલે બોલિવૂડમાં એન્ટ્રી ન કરી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કોઈ મોટા સ્ટારથી ઓછી નથી. સુહાના ખાન બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે.
આવી સ્થિતિમાં, તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. હાલમાં જ તેની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શાહરૂખ ખાનની લાડલી આ દિવસોમાં ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી છે. ન્યુયોર્કમાં ભણતી સુહાના ખાન અવારનવાર પોતાના મિત્રો સાથે મસ્તી કરતા ફોટા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરતી રહે છે.
સુહાના ખાને ગયા વર્ષે જ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાર્વજનિક કર્યું હતું અને હાલમાં તેના લગભગ 2 મિલિયન ફોલોઅર્સ છે. એવામાં ગત દિવસોમાં સુહાના ખાન વિદેશથી પરત મુંબઈ ફરી છે અને તેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે સુહાના એકદમ કૈજ્યુઅલ લુકમાં જોવા મળી હતો. આ સમયે સુહાનાએ વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક લુઝ ટ્રાઉઝર પહેર્યું હતું.
લાઈટ મેકઅપની સાથે સુહાનાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને પગના પિન્ક શૂઝ પહેર્યા હતા. સુહાનાએ પિન્ક પર્સ પણ કેરી કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સુહાના લંડન ગઈ હતી અને હવે મુંબઈ પરત ફરી છે. એરપોર્ટ પરનો સુહાનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે એકદમ કૈજ્યુઅલ લુકમાં જોવા મળી હતી. લોકોએ સુહાનાનો આ અવતાર ખુબ પસંદ કર્યો હતો. સુહાના ખાન જ્યારે એરપોર્ટની બહાર નીકડી ત્યારે તેની સાથે અમુક બોડીગાર્ડ્સ પણ હાજર હતા. સુહાનાએ મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા.
View this post on Instagram
એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે સુહાના ખાન જોયા અખ્તરની ફિલ્મ ‘દ આર્ચીઝ’થી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે તેમ છે. ફિલ્મનો ફર્સ્ટ લુક અને ટીઝર પણ રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મમાં અગસ્ત્ય નંદા અને શ્રીદેવીની લાલડી ખુશી કપૂર પણ જોવા મળશે, અને તેઓ પણ આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ 2023માં નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે, ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.