ખુલ્લેઆમ મનીષ પોલે ઉતારી મલાઇકા અરોરાની ચાલની નકલ, નજારો જોઇ દાંત ફાડી ફાડીને હસી પડ્યા સ્ટાર્સ

મલાઈકા અરોરાના જીમના વીડિયો અને તસવીરો અવારનવાર ચર્ચામાં રહે છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર લોકો મલાઈકાની ચાલ વિશે કમેન્ટ્સ પણ કરતા હોય છે. ત્યારે બોલિવૂડના સૌથી મોટા એવોર્ડ શો ફિલ્મફેર એવોર્ડ્સ દરમિયાન મલાઈકાની ચાલની ચર્ચા થઈ હતી અને આ દરમિયાન કંઇક થયું એવું કે ફિલ્મ સ્ટાર્સ પણ મોટે મોટેથી હસી રહ્યા હતા. મલાઈકા અરોરાની ચાલની નકલ કરતા હોસ્ટ મનીષ પોલે એવી કોમેડી કરી કે તમામ ફિલ્મ સ્ટાર્સ પેટ પકડીને હસી પડ્યા. આટલું જ નહીં, મનીષ પોલને નકલ કરતા જોઈને મલાઈકા પોતે પણ હસી પડી હતી.

આ વર્ષે યોજાયેલા 67માં ફિલ્મફેર એવોર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં ઈવેન્ટ હોસ્ટ કરી રહેલા મનીષ પોલે પહેલા મલાઈકા અરોરાના ડ્રેસ પર કોમેન્ટ કરી અને તેને તતૈયા એટલે કે ભમરી કહી. મનીષ વીડિયોમાં મલાઈકાને કહેતો જોવા મળે છે, ‘ડિંપલ સે સાઇડ મેં બેઠા પીલા પિંપલ મલાઇકા, કેમ છો ? કસમ સે પુરી કી પૂરી તતૈયા લગ રહી હૈ.’ પછી મનીષ તેને પૂછે છે- મલાઈકા, તમે ક્યારેય ગોલ્ફ રમ્યુ છે? તેના પર અભિનેત્રી કહે છે –

ના, મેં ક્યારેય ગોલ્ફ નથી રમ્યુ. જે બાદ મનીષ કહે છે કે, ‘ઓહ કેટલું કમનસીબ ગોલ્ફનું કે તેને મલાઇકા નથી રમી. મનીષ કહે છે કે ક્યારનું રાહ જોઇ રહ્યુ છે એ ગ્રાઉન્ડ્સ જેના પર તમે ચાલીને આવો. આ સાથે જ મનીષ એવી ચાલ પણ ચાલે છે જેવી મલાઇકા ચાલે છે. આ જોઇને બધા જ હસી પડે છે. આ પછી મલાઈકા મનીષને કહે છે- મને ફરી બતાવ. ત્યારે મનીષ કહે છે, તમે પિલાટે જાવ છો તો ત્યાં બહાર અમે પણ ઊભા રહીએ છીએ. ત્યાંના ડોગ્સ પણ ખુશ હોય છે અને પૂ પૂ કરે છે અને અમારામાં શું ફૂગ લાગી છે.

એકવાર અમને પણ આમ કરી દો તમે. મનીષની આ વાતો સાંભળી પરણિતી ચોપરા, વિદ્યા બાલન, કૃતિ સેનન, દીયા મિર્ઝા અને વરુણ ધવન સહિત બધા જ જોરજોરથી હસી પડે છે. પરણિતી ઇશારામાં કહે છે મનીષે મલાઇકાની સારી નકલ કરી છે.ફિલ્મફેર એવોર્ડ્સમાં મલાઈકા અરોરાના લુકની વાત કરીએ તો, તેણે યલો રિવીલિંગ ગાઉન પહેર્યુ હતુ. આ ગાઉન થાઈ સ્લિટમાં હતુ અને ડીપનેક સ્ટાઇલમાં હતુ.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

Shah Jina