પગમાં સોજા, પીઠ દર્દ..જેવી સમસ્યાઓથી પીડાઈ રહી છે આલિયા ! આલિયાએ માફી માગતા કહ્યું-સોરી હું….

એક મહિલા માટે ગર્ભાવસ્થાનો સમય જેટલી ખુશી આપનારો હોય છે તેટલો જ કષ્ટદાયક પણ હોય છે. પ્રેગ્નેેંસીના સમયમાં એક મહિલા ઘણી સમસ્યાઓથી પીડાય છે. આવા દિવસોમાં પગમાં સોજા, કમર દર્દ વેગરે જેવી સમસ્યાઓથી મહિલાને પસાર થવું પડતું હોય છે. તેવા જ દિવસો આજે અભિનેત્રી આલિયા ભટ્ટના છે. આલિયા ભટ્ટ લગભગ ચાર મહિનાની ગર્ભવતી છે.

ગર્ભવતી હોવા છતાં પણ આલિયા પોતાના કામમાં વ્યસ્ત છે અને સાથે સાથે અન્ય મહિલાઓની જેમ ગર્ભાવસ્થાને લીધે ઘણી સમસ્યાઓ સહન કરી રહી છે. ગત દિવસોમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરવામાં આવ્યું હતું, તે સમયે આલિયા એકદમ થાકી ગઈ હતી, જેનો ખુલાસો આલિયાએ જ કર્યો હતો.

ગત રવિવારે આલિયા કરણ જોહરની ઓફિસ પર સ્પોટ થઇ હતી. આ સમયે આલિયાએ બ્લેક આઉટફિટ પહેરી રાખ્યા હતા. આ સમયે આલિયાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. આલિયાના ચેહરા પર ફિલ્મની સફળતાની ખુશી અને પ્રેગ્નેેંસી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ સમયે કરણની ઓફિસથી બહાર નીકળતા આલિયાને મીડિયાના કેમેરામા સ્પોટ કરવામાં આવી હતી.

મીડિયાકર્મીઓ આલિયાને ગાડીની બહાર ઉતરીને ફોટો ક્લિક કરવા માટેનું કહ્યું હતું પણ આલિયાએ કારની વિંન્ડોમાંથી કહ્યું કે-સોરી હું ચાલી શકું તેમ નથી, માટે ગાડીની બહાર નહિ આવી શકું, તમારો બધાનો આભાર”. આલિયા બ્લેક આઉટફિટમાં હંમેશાની જેમ એકદમ ક્યૂટ દેખાઈ હતી અને માં બનવાની ખુશી પણ છલકાઈ રહી હતી.

અમુક દિવસો પહેલા જ્યારે આલિયા રણબીર સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ ત્યારે રણબીરે કેમેરામેનને કહ્યું હતું કે થાકને લીધે આલિયાને કમરમાં દર્દ છે જેને લીધે તે પોઝ આપી શકે તેમ નથી. તે સમયે કપલ દિલ્લીથી પોતાની ફિલ્મનું પ્રમોશન કરીને પરત આવી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

ફિલ્મ બ્રહ્માસ્ત્ર ગત 9 તારીખે રિલીઝ થઇ ચુકી છે અને ત્રણ દિવસમાં 160 કરોડની ધમાકેદાર કમાણી કરી લીધી છે. બોયકોટ ટ્રેન્ડની વચ્ચે ફિલ્મને મળેલી સફળતાથી ફિલ્મની ટિમ ખુબ જ ખુશ છે. આ ફિલ્મ દ્વારા કપલની જોડી પહેલી વાર સ્ક્રીન પર દર્શકોને જોવા મળી રહી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન પણ ખાસ કિરદારમાં જોવા મળી રહ્યા છે.

Krishna Patel