બ્રહ્માસ્ત્રએ રીલિઝ થતા જ મચાવ્યો તહેલકો, પહેલા દિવસનું કલેક્શન સાંભળી ખુશ થઇ જશે રણબીર-આલિયાના ચાહકો

બોલિવૂડ ફિલ્મો વિશે લાંબા સમયથી બોક્સ ઓફિસ પરથી સારા સમાચાર સંભળાઈ રહ્યા ન હતા, પરંતુ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ કમાલ બતાવી દીધો. બોક્સ ઓફિસ પર પહેલા દિવસે જ બ્રહ્માસ્ત્રએ કમાણી કરવાના ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર ભારતમાં 36 કરોડનું કલેક્શન કર્યું છે. અને વર્લ્ડ વાઇડ રૂ. 75 કરોડનું કલેક્શન કર્યુ છે. બ્રહ્માસ્ત્ર કોરોના પીરિયડ પછી બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. કોરોના કાળ પછી ગયા વર્ષે ઓક્ટોબરમાં થિયેટર ખોલવામાં આવ્યા હતા.

આ પછી લગભગ 27 ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ. અક્ષય, આમિર જેવા મોટા સ્ટાર્સની 8 મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ કોઈએ પહેલા દિવસે આટલો બિઝનેસ કર્યો નથી. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી અને 410 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રે હિન્દી બેલ્ટમાં લગભગ 36 કરોડની કમાણી કરી છે. ફિલ્મે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યમાં 5.80 કરોડની કમાણી કરી છે. ત્યાં ફિલ્મનું પ્રથમ દિવસનું વર્લ્ડ વાઇડ કલેક્શન 75 કરોડ હતું.

આલિયા અને રણબીરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ ઓપનિંગ ડે પર ભારતીય બોક્સ ઓફિસથી લઈને વિશ્વભરમાં કમાણી કરવાના મામલામાં ઝંડો લહેરાવ્યો છે. લાંબા સમય બાદ કોઈ ફિલ્મે પ્રથમ દિવસે જંગી કમાણી કરીને ખાતું ખોલ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે. અયાન મુખર્જીએ સોશિયલ મીડિયા પર ફિલ્મના વર્લ્ડ વાઈડ ફિગરને શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. અયાન મુખર્જીએ પોસ્ટ સાથેના કેપ્શનમાં લખ્યું, ‘કૃતજ્ઞતા, ઉત્સાહ, આશા.. દરેક જગ્યાએ જેઓ થિયેટરોમાં જઈને આપણી ફિલ્મ-કલ્ચરને જીવંત અને ગતિશીલ બનાવીને બ્રહ્માસ્ત્રનો અનુભવ કરવા ગયા તેમનો ખૂબ આભાર.

 

View this post on Instagram

 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

આગામી કેટલાક દિવસોની વધુ રાહ જોવાની છે. રિપોર્ટ્સ અનુસાર બુધવાર રાત સુધી ‘બ્રહ્માસ્ત્ર’ના ઓપનિંગ ડે માટે 11 કરોડની ટિકિટો વેચાઈ હતી. જેમાંથી ફિલ્મે માત્ર હિન્દી બેલ્ટમાં જ 10 કરોડથી વધુની એડવાન્સ કમાણી કરી લીધી. આ પછી અયાનની ફિલ્મ હિન્દી વર્ઝનના એડવાન્સ બુકિંગમાં RRRને પાછળ છોડી ગઈ છે. RRRનું પહેલા દિવસે 7 કરોડનું એડવાન્સ બુકિંગ હતું. જો કે, ‘બ્રહ્માસ્ત્ર’ આ મામલે ‘KGF 2’ને પાછળ છોડી શકી નથી.

Shah Jina