મનોરંજન

દોસ્તો સાથે જોવા મળી શાહરુખ ખાનની લાડલી સુહાના ખાન, 5 તસ્વીરે ઇન્ટરનેટ પર મચાવી સનસની

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને આજે ભલે બોલીવુડમાં ડેબ્યુના કર્યું હોય પરંતુ તેનું ફેન ફોલોઇંગ આજે પણ કોઈ મોટા સ્ટારથી કમ નથી. સુહાના ખાનની તસ્વીર શેર કરતા જ સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. સુહાના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. સુહાનાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે.

Image Source

સુહાના ફેન ક્લબના ઘણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેમાં સુહાનાની તસ્વીર વાયરલ થતી રહેતી હોય છે. હાલમાં જ સુહાનાની લેટેસ્ટ તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં તે તેના મિત્રો સાથે જોવા મળે છે.

Image Source

સુહાના આ દરમિયાન ઘણું કુલ જોવા મળી રહી છે. સુહાનાનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. તો ફેન્સ સુહાનાના લુકની પણ તારીફ કરી રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે, સુહાનાએ ગત વર્ષ જ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ વધુ ભણતર માટે ન્યુયોર્ક ગઈ હતી. આ સિવાય સુહાના ખાનની એક શોર્ટ ફિલ્મ પણ રિલીઝ થઇ છે. સુહાના ખાનની ડેબ્યુ શોર્ટ ફિલ્મનું નામ ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’છે. સુહાનાની આ શોર્ટ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી હતી.

Image Source

શો માય નેક્સ્ટ ગેસ્ટ નીડ્સ નો ઇન્ટ્રોડક્શન વિથ ડેવિડ લેટરમેન દરમિયાન શાહરુખને પૂછવામાં આવ્યું હતું કે, તેની બાળકો સાથેની બોન્ડિંગ કેવી છે? તે તેના બાળકોની ડેટિંગ લાઈફ પર ધ્યાન આપે છે. આ સવાલના જવાબમાં શાહરૂખે જણાવ્યું હતું કે, બાળકોના ભણતરની સાથે-સાથે તેના માટે જમવાનું બનાવવાનું કામ કરું છું.

Image Source

આ સાથે વધુમાં શાહરૂખે જણાવ્યું હતું કે, તે બાળકોની ડેટિંગ લાઈફ પર ધ્યાન આપે છે. શાહરૂખે કહ્યું હતું કે, સુહાનાનના બોયફ્રેન્ડના પ્રોબ્લેમ્સની ડીલ કરવાથી બહુ જ નફરત છે.

Image Source

શાહરૂખે એ પણ કહ્યું હતું કે, જયારે સુહાનાને કોઈ ખાસ યુવક માટે ગીફ્ટ પસંદ કરવાની હોય તો હું તેને મદદ કરું છું. શાહરૂખે આ વાતને માન્યું કે તે એક પ્રોટેક્ટિવ પિતા છે તેથી તેવા તેની દીકરીની જિંદગીમાં આવનારા યુવકોને ખાસ પસંદ નથી કરતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.