પતિ-પત્નીએ નોકરી છોડી શરૂ કર્યો શેરડીના રસનો ધંધો, કમાણીને જાણીને થઇ જશો આશ્ચર્ય ચકિત

આજે અમે તમને એક એવા દંપતિની કહાની જણાવવા જઇ રહ્યા છીએ જેમણે શેરડીના રસનો સ્ટાર્ટઅપ શરૂ કર્યુ છે. આ કહાની છે પૂણેમાં રહેનારા મિલિંદ અને કીર્તિ દતારની 1997થી લઇને 2010 સુધી લગભગ 13  વર્ષ IT ક્ષેત્રમાં કામ કર્યુ. મોટી મોટી ઓફિસોમાં કામ કરતા તે અને તેમના સહયોગી ઘણીવાર ચા-કોફી માટે કેફેમાં જતા હતા. જયાં ઘણી રીતનો ખાવા પીવાનો સામાન ઉપલબ્ધ હતો.

પ્રતિકાત્મક તસવીર

પરંતુ તે ત્યારે વધારે આશ્ચર્યચકિત થયા જયારે તેમણે ત્યાં બ્રાન્ડેડ કોફી શોપ જોઈ હતી. આની તુલના તેમણે જ્યુસ સાથે કરી.જેમાં કોઈ દિવસ વધારે ભીડ પણ રહેતી નથી. તેમને એમ પણ લાગ્યું કે શેરડીનો રસ દેશના પીણાં પણ આવી જ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે.આવી સ્થિતિમાં આ મિલિંદ કહે છે કે શેરડીના રસનો ધંધો હજુ પણ અસંગઠિત છે.જેમાં ખાસ કરીને વધારે સ્વચ્છતાની કાળજી લેવામાં આવતી નથી.જેથી ઘણા લોકો શેરડીનો રસ પીવો પસંદ કરતા નથી.

પ્રતિકાત્મક તસવીર

તેમણે શેરડીના રસનો ધંધો કરવાનો વિચાર કર્યો આ વિચાર તેમને વર્ષ 2010માં આ વિચાર આવ્યો. તેમણે આ બાબતની તેમની પત્ની સાથે ચર્ચા કરી. કેટલાક વર્ષ બાદ દંપતિએ શેરડીના રસના સ્ટાર્ટઅપ કેનબોટ લોન્ચ કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. બંને લોકો બિઝનેસમાં એન્ટ્રી કરવા માટે સહમત હતા, પરંતુ તેમની પાસે આવું કરવા માટે અનુભવ અને જાણકારી હતી નહિ. તેમણે આ માટે માર્કેટ રિસર્ચ અને આવનારી ચુનોતિઓનો સામનો કરવા માટે તરીકાઓ શોધ્યા.

આ પછી બંનેએ માર્કેટ પર ઘણું સંશોધન કર્યું હતું. જેમાં આખરે પોતે એક નવી ક્રશ મશીન બનાવવાનું નક્કી કર્યું.મિલિંદ કહે છે કે તેમણે શેરડી મશીન સંશોધન નવીન કરવા અને ઉત્પાદનમાં ઘણો સમય પસાર કર્યો, જેના કારણે ઘણા ફાયદા થયા.નવા મશીનમાં વધુ સારી રીતે પિલાણ થઇ શકે છે.એક જ સમયમાં 95 ટકા રસ બહાર નીકળી જાય છે.આટલુ જ નહિ પરંતુ મશીન પણ ઘણું નાનું હોય છે.

મિલિંદ એવું પણ કહે છે કે આ સમગ્ર પ્રક્રિયામાં અવાજ પણ આવતો નથી.આ ઉપરાંત મશીનમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દરરોજ કાઢેલા શેરડીના રસની માત્રાની ગણતરી કરી શકે છે.તેણે શેરડીના પિલાણ કરતા પહેલાં તેને છાલવા માટે એક મશીનની શોધ કરી.સામાન્ય રીતે 1500 કિલો શેરડી છાલવા માટે 20 મજૂરો દિવસના આઠ કલાક કામ કરે છે.

જયારે એક કલાકમાં મશીનમાંથી 1000 કિલો શેરડી છાલ કરી શકાય છે જેમાં મશીન ચલાવવા માટે આશરે બે જ લોકોની જરૂરપણ પડે છે.જયારે શેરડીના સપ્લાય માટે એક ખેડૂત સાથે વાત કરી હતી.આટલી તૈયારી કર્યા પછી,તેણે 2012 અને પછીના વર્ષે તેની નોકરી છોડી દીધી.આ પાછી પોતે માલિકીની કંપની કેનેક્ટર ફૂડ્સ પ્રા.લિ.ની શરૂઆત કરી.

સમય જતાં તેણે વિવિધ કંપનીઓમાં 12 આઉટલેટ્સ ખોલ્યા જ્યાં તેમણે એક મહિનામાં લગભગ 45 હજાર ગ્લાસ જ્યુસ વેચ્યા હતા.એવું કહેવામાં આવે છે કે દર વર્ષે 2 કરોડ રૂપિયાની આવક ઉભી કરે છે.તેમણે સારો પ્રતિસાદ મળ્યો.જો કે સ્ટાર્ટઅપ આગળ વધવાનું નક્કી કરતાં જ દેશના કોરોના રોગચાળો શરૂ થયો અને થોડા સમયમાં લોકડાઉન પણ થઇ ગયું.

આવી સ્થિતિમાં રાતોરાત આઉટલેટ્સ બંધ કરવાની ફરજ પડી.આ સમયે સંકટનો સામનો કરવો પડ્યો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો શેરડીનો રસ ખૂબ જ ઝડપથી બગડવાની સંભાવના છે. જયારે તેની શેલ્ફ લાઇફ વધારવા માટે પ્રિઝર્વેટિવ્સ અથવા ખાંડ અથવા કેમિકલના અન્ય પ્રકારોને ટાળી રહ્યા હતા.

વધુમાં તે એવું પણ જણાવે છે કે પ્રેઝર્વેટિવ્સ ઉમેર્યા વિના શેરડીનો રસ બાટલીંગ કરવાનું શક્ય નથી.આને બીજા કુદરતી એજન્ટની જરૂર છે.કેટલાક સંશોધનથી અમને જાણવા મળ્યું કે જો કાચી કેરીનો રસ એટલે કે કેરીનો નીલ શેરડીના રસમાં ભળી જાય તો આ શક્ય થઇ શકે છે.આ પછી રોગચાળા પડકારોને કારણે તેને આઉટલેટ્સમાં વેચી શક્યા ન હોવાથી,પોતે બાસ્કેટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ગયા.

230 મીલી શેરડીની નીલની બોટલ આશરે 70 રૂપિયામાં ઉપલબ્ધ છે,જ્યારે પ્રતિરક્ષા શોટના 30 મિલીના દસ યુનિટ બોક્સની કિંમત 400 રૂપિયા છે.તાજેતરના ત્રિમાસિક ગાળામાં વ્યવસાયમાં સતત વિકાસ થયો છે અને દર મહિને 25-30 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.હવે કીર્તિ અને મિલિંદની મહિને લગભગ 7 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

Shah Jina