ઇન્ટરનેટ પર છવાઇ ભારતના આ અરબપતિની પત્ની, સાત સમુદ્ર પાર જુઓ શું કર્યું કે વાહ વાહી થઇ
ભારતના સૌથી મશહૂર અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમીન પત્ની નીતા અંબાણીનું સ્ટારડમ અલગ જ લેવલ પર છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં બીજા ઇન્ડિયન બિલિયનેયરની પત્ની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ તેમનું એ રેડ કાર્પેટ પર પહોંચવાનું છે, જેના પર પ્રિયંકા ચોપરાથી લઇને દીપિકા પાદુકોણ સુધીને પહોંચવામાં ઘણા વર્ષો લાગી ગયાા. આ વર્ષે તેમાં સામેલ થનારી તે એકમાત્ર ભારતીય પણ બની છે.
હૈદરાબાદના અરબપતિ બિઝનેસમેન પી.વી.કૃષ્ણ રેડ્ડીની પત્ની સુધા રેડ્ડી સતત લાઇમલાઇટમાં બનેલી છે. સુધા રેડ્ડીએ આ વર્ષે મેટ ગાલા 2021માં તે કમાલ કરી બતાવ્યુ જે કરવામાં પ્રિયંકા ચોપરાથી લઇને દીપિકા પાદુકોણ જેેવી અભિનેત્રીઓને વર્ષો લાગી ગયા. સુધા રેડ્ડીના પતિ પી.વી,કૃષ્ણ રેડ્ડી ભારતના સૌથી કામયાબ બિઝનેસમેનની લિસ્ટમાં આવે છે. સુધાના પતિ મેઘા એન્જીનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના મેનેજિંગ ડાયરેક્ટર છે.
જણાવી દઇએ કે, મેટ ગાલામાં દર વર્ષે ઘણા સેલિબ્રિટી અજીબો ગરીબ આઉટફિટ પહેરી પહોંચે છે અને સૌથી અતરંગી આઉટફિટ વાળા સેલિબ્રિટી દર વર્ષે ચર્ચામાં રહેતા હોય છે મેટ ગાલામાં સામેલ થવા માટે સુધા રેડ્ડી પ્રાઇવેટ જેટથી ન્યુયોર્ક પહોંચ્યા હતા. સુધા રેડ્ડીનો ડ્રેસ ઘણો ચર્ચામાં રહ્યો હતો. તેને જાણિતા ફેશન ડિઝાઇનર લેબલ ફાલ્ગુની શેન પીકોકે તૈયાર કર્યો હતો. આ ગાઉનને હાથથી તૈયાર કરવામાંં આવ્યુ હતુ.
ગાઉનમાં પ્લંજિંગ નેકલાઇન સાથે બેકલેસ ડિઝાઇન હતી. શોલ્ડર્સ પર ગોલ્ડન પેચ હતા તો ત્યાં નીચેની બાાજુ સ્લિટ સાથે લોન્ગ ટેલ એડ કરવામાં આવી હતી. મેટ ગાલા 2021માં મેગન ફોક્સ, જેનિફર લોપેજ, કિમ કાર્દશિયન અને ક્રિશ્ચિયન સ્ટુઅર્ટ જેવા સેલેબ્સ ભાગ લઇ રહ્યાા છે. પોપ્યુલર ઇન્ટરનેશનલ સેલેબ્સ વચ્ચે એક બિલિયનેર બિઝનેસમેનની પત્નીએ પણ તેની ફેશન સેંસથી લોકોનું અટેંશન હાંસિલ કર્યુ હતુ.
સુુધા રેડ્ડીનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સુધાાએ 18 કેરેટ ગોલ્ડ અને 35 કેરેટ ડાયમંડથી બનેલ ઇયર કફ પહેર્યો હતો. આઉટફિટની ખાસિયત એ હતી કે તેમાં અમેરિકાના ઝંડાની પ્રિંટ હતી. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ ગાઉનને બનાવવામાં 250 કલાકનો સમય લાગ્યો હતો.
ગાઉનમાં રેડ અને નેવી બ્લુના સ્વરોસ્કી ક્રિસ્ટલ્સ, બીડ્સ અને સેક્વિન્સનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મેટ ગાલામાં સામેલ થનાર સુધા રેડ્ડી એકમાત્ર ભારતીય હતા, આ સાથે જ તે આ ઇવેન્ટમાં સામેલ થવાવાળા પહેલા નોન ફિલ્મી સેલિબ્રિટી ઇન્ડિયન છે.
સુધા રેડ્ડીના હાથમાં ગણેશજીની મૂર્તિના આકારનું ક્લચ પર્સ હતુ, આ પણ હેવિલી એમ્બેલિશ્ડ હતુ. આ ડ્રમૈટિક લુક બાદ આ ઇન્ડિયન વુમન સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ. તમને જણાવી દઇએ કે, સુધા રેડ્ડી મેઘા એન્જીનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટકચર લિમિટેડની નિદેશક છે આ સાથે તેઓ સમાજસેવામાં પણ એક્ટિવ છે.