પ્રાઇવેટ કંપનીએ નોકરી ન આપી તો મહેનત કરી 4 સરકારી જોબ મેળવી, રાજકોટના DySP ની સક્સેસ સ્ટોરી સાંભળીને રુંવાટા ઉભા થઇ જશે
એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, જો તમે સતત મહેનત કર્યા કરશો તો તમારા લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી શકશો. ઘણીવાર ઘણા લોકો પોતાના પ્રયત્નોમાં નાકામ પણ થતા હોય છે, છતાં પણ તે હાર નથી માનતા અને સતત આગળ વધવાનું જ વિચારે છે, અને એક દિવસ એવો આવે છે જયારે તે સફળ થઇને બહાર આવે છે અને દુનિયા પણ તેમને અને તેમના કામને સલામ કરે છે.
આજે અમે તમને એક એવી જ ગુજરાતની દીકરીની કહાની જણાવીશું, જેને પોતાના દમ ઉપર એવું કામ કરી બતાવ્યું કે આજે હજારો લોકો તેમને ગર્વથી સલામ કરે છે. ગુજરાતની આ દીકરીનું નામ છે ઋતુ રાબા, જે હાલ DySPના પદ ઉપર નિયુક્ત છે, પરંતુ આ પદ ઉપર પહોંચવા માટે તેમને જે મહેનત કરી છે તે ખરેખર સલામને લાયક છે.
ઋતુબેન મૂળ સુરેન્દ્રનગરના બોરાણા ગામના વતની છે અને તેમને ધોરણ 12 સાયન્સનો અભ્યાસ રાજકોટમાં કર્યો. આ સમયે કેમ્પસ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમનું સિલેક્શન ના થયું, પરંતુ આ સિલેક્શન ના થયા બાદ તેમને હાર ના માની અને આ ઘટનાને તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ તેમને બનાવી લીધો.
પોતાના પિતાના સપનાને સાકાર કરવા માટે ઋતુબેને સતત 3 વર્ષ સુધી તનતોડ મહેનત કરી, જેના બાદ તેમને સ્પીપાની પરીક્ષા પાસ કરી અને તેમને તેમની મહેનતનું પરિણામ પણ મળ્યું. તેમને પહેલી નોકરી ચીફ ઓફિસર તરીકેની મળી. પરંતુ તેમને હજુ તેમનું લક્ષ્ય મળ્યું નહોતું. તેમને હજુ પણ પોતાની મંજિલ સુધી પહોંચવામાં સંઘર્ષ કરવાનો હતો.
જેના કારણે તેમને વાંચવા માટે સમય ઘટતો હોવાના કારણે તેમને DySO તરીકેની નોકરી કરી અને ત્યારબાદ તેમની લેબર ઓફિસર તરીકે પસંદગી થઇ. આ દરમિયાન તેમને પોતાની નોકરી સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો, દિવસ રાત સતત તેઓ વાંચતા રહ્યા અને તેના જ પરિણામે વર્ષ 2018માં તે DySP પણ બની ગયા.
પોતાના જીવનમંત્ર તરીકે ઋતુબેન “પહાડસમો પડકાર હોય કે ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય જાત પર વિશ્વાસ રાખશો તો કોઈક એવો રસ્તો જરૂર મળશે જે સફળતા સુધી પહોંચાડશે” ઋતુબા પ્રેગ્નેન્સી દરમિયાન ટ્રેનિંગમાં જોડાયા હતા, આ દરમિયાન તેમને ટ્રેનિંગમાં 22 કિલોમીટરની દોડ પણ પુરી કરી હતી.