ખબર

અત્યારે નહિ તો સપ્ટેમ્બરમાં તમામ ફી ભરવી પડશેઃ શિક્ષણમંત્રી

હાલ કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. આ મુદ્દે શિક્ષણમંત્રીએ અગત્યની જાહેરાત કરી હતી.

Image source

રાજ્ય સરકારે ફી મુદ્દે રાહત આપવાનો નિર્ણય તો લીધો છે પરંતુ ફી માફી અંગે કોઇ નિર્ણય નથી લીધો. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષની ફીમાં કોઈપણ વધારો નહીં થાય. જે રાજ્યના વાલીઓ માટે પહેલી રાહત છે. જો વાલી ફી ભરી શકે તેમ ન હોય તો ત્રિ-માસિક ફીના બદલે વાલી માસિક ફી ભરી શકશે. જો વાલી ફી ભરી શકે તેમ ન હોય તે સપ્ટેમ્બરમાં ભરી શકે છે. તેના પર શાળા કોઇ ફી લેવા અંગે દબાણ ન કરી શકે. જો અમને આ પ્રકારની માહિતી મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન, યુનિફોર્મ, પુસ્તકો માટે પૈસા નહીં ઉધરાવી શકાય.

Image source

રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી સ્કૂલો અને કોલેજે બંધ રહેશે એવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. બાળકોનું ભણતર બગડે નહીં એ માટે તેમને ઘરે બેઠા જ ઑનલાઇન વર્ગો તથા ટીવી ચેનલના માધ્યમથી શિક્ષણ આપવાની સરકારે વ્યવસ્થા કરી છે.ડીડી ગિરનાર અને બાયસેગ દ્વારા વંદે માતરમ ચેનલ દ્વારા ધો. 3થી12ના વિદ્યાર્થીઓ્ને શિક્ષણ અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 જૂને સવારે 8 કલાકે ડીડી ગિરનાર પર ‘હોમ લર્નીગ કાર્યક્રમ’ની શરૂઆત કરાવશે. જે વિદ્યાર્થીઓ પાસે ડીજિટલની સુવિધા નથી તેમને સાહિત્ય ઘરે પહોંચાડવામાં આવશે. દરેક સ્કૂલમાં 35 વિદ્યાર્થીના કલ્સ્ટર બનાવ્યા છે, જેને શિક્ષકો દરરોજ ફોન કરીને પૂછશે.

Image Source

તો બીજી તેફ કહી શકાયુ છે કે, શિક્ષણમંત્રીએ શાળાની તરફેણ કરી છે. આ સાથે જ કહ્યું છે કે, શાળા આ વર્ષ કોઈ ફી વધારો નહીં કરે પરંતુ 3 મહિનાની ફી તો અચૂક ભરવી પડશે. ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, ટ્યુશન ફી સપ્ટેમ્બર સુધી ભરાશે તો ચાલશે. ટ્યુશન ફી સિવાયની કોઇ પણ પ્રકારની ફીની માગ શાળા નહીં કરી શકે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.