વકીલાતની પરીક્ષામાં આ વિદ્યાર્થીએ ચોરી કરવા માટે અપનાવ્યો ગજબનો આઈડિયા, જોઈને પ્રોફેસર પણ રહી ગયા હક્કાબક્કા

સ્કૂલ અને કોલેજની અંદર પરીક્ષા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જે ચોરી કરવા માટે અવનવા પેતરા અપનાવતા હોય છે, આખું વર્ષ અભ્યાસ ના કર્યો હોય અને પરીક્ષામાં ચોરી કરી પાસ થઇ જવાની વૃત્તિ તે રાખતા હોય છે, પરીક્ષામાં ચોરી કરવા માટે તે એવું દિમાગ લગાવે છે કે તે જોઈને કોઈપણ હક્કાબક્કા રહી જાય, હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે.

સ્પેનમાં લૉના વિદ્યાર્થીએ નકલ કરવા માટે એક વિચિત્ર અભિગમ અપનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોસ્ટમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થીએ 11 પેનમાં પોતાની આર્ટવર્ક બતાવી છે. તમામ પેનમાં, તેણે ખૂબ જ બારીકાઈથી નકલ કરવા માટે ચીટ્સ બનાવી છે. તેની મહાન શોધ બાદ લોકો સોશિયલ મીડિયા પર તેનો આભાર માની રહ્યા છે. ટિપ્પણી કરતા લોકોએ કહ્યું છે કે આ એક મહાન શોધ છે.

આ તસવીર યોલાન્ડા ડી લુચી નામની પ્રોફેસરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. તેણે લખ્યું કે હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત છું. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ પર ઘણા લોકોની કમેન્ટ જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- આ ખૂબ જ સુંદર આઈડિયા છે. બીજા યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- મેં આનાથી સારો આઈડિયા જોયો નથી.

આ પોસ્ટને 2.8 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે. આ પોસ્ટ પર ઘણા લોકોની ટિપ્પણીઓ જોવા મળી રહી છે. તેને 24. 9 હજારથી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે. સાથે જ 6 હજાર લોકોએ કમેન્ટ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, વિદ્યાર્થીએ પેન પર જેટલી વારમાં નોંધો લખી તેટલી મહેનતથી તેને યાદ કરી શક્યો હોત.

Niraj Patel