વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનો આપઘાત : 15 વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાઇ ટૂંકાવ્યુ જીવન, વ્હાલસોયીને લટકતી જોઇ પિતા સ્તબ્ધ

હે ભગવાન, આ શું થઇ ગયું…ભણવામાં હોશિયાર ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, બિચારા પિતા લટકતી લાશ જોઈને થર થર ધ્રુજી ગયા, જાણો સમગ્ર મામલો

Vadodara Class 10 Student Suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો પ્રેમ સંબંધ, કેટલાક અવૈદ્ય સંબંધ તો કેટલાક આર્થિક તંગી અથવા તો કેટલાક માનસિક-શારીરિક તણાવને કારણે આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. ત્યારે હાલમાં આપઘાતનો (Suicide) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં (Vadodara) ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

થોડા સમય પહેલાં જ મૃતક વિદ્યાર્થિનીએ ધોરણ-10ની (Standard 10) પરીક્ષા આપી હતી અને ગઇકાલે તેણે મોડીરાત્રે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર અને વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે. વિદ્યાર્થિનીના પિતા અનુસાર, મારી દીકરી ભણવામાં હોશિયારી હતી અને તેણે કયાં કારણોસર આવું પગલું ભર્યું તે અંગે તેમને ખબર નથી. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, વડસર મધુ સાગર સોસાયટીમાં રહેતી અને હાલમાં જ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપી ચૂકેલી વિદ્યાર્થિની પ્રિયા જોશીએ ગત રાત્રે તેના ઘરે જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે સવારે પિતાએ દીકરીને જ્યારે પંખા ઉપર લટકેલી જોઇ તો તેઓ સ્તબ્ધ રહી ગયા અને રોકકળ શરૂ કરી. તેમનો રડવાનો અવાજ સાંભળી પરિવારના બીજા સભ્યો અને પાડોશીઓ પણ દોડી આવ્યા અને તેઓએ પણ પ્રિયાને પંખા પર લટકતી જોઇ.

જો કે, તેમણે પ્રિયાને હોસ્પિટલ લઇ જવાનો પ્રયાસ કર્યો પણ તેના શરીરમાં કોઈ હલન-ચલન ન દેખાઇ, તેથી તેના પિતાએ આ મામલાની જાણ માંજલપુર પોલીસને કરી અને પોલીસ તરત જ સ્થળ પર દોડી ગઇ અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે મૃતકના પિતા સાથે પૂછપરથ કરતા તેમણે જણાવ્યું કે, તેમણે પ્રિયાને સવારે પંખા પર લટકતી જોઈ હતી. તેમણે એવું પણ જણાવ્યુ કે, પ્રિયાએ હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને આગામી દિવસોમાં તેનું પરિણામ પણ આવવાનું હતું. પ્રિયા અભ્યાસમાં તેજસ્વી હતી પણ તેણે આવું પગલુ કયા કારણોસર ભર્યુ તે તેમને ખબર નથી.

Shah Jina