રાજકોટમાં 18 વર્ષની દીકરીએ એડિમિશન માટે 4 દિવસ ધક્કા ખાધા, પછી આવું થયું તો જીવન ટૂંકાવી લીધું, જુઓ અંતિમ શબ્દો

Suicide without getting admission in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનો પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કે કોઈ અન્ય કારણે લઈને આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ એક તાજો મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 18 વર્ષની દીકરીએ કોલેજમાં એડમિશન ના મળવાના કારણે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. તેને આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી.

એડમિશન ના મળતા ચિંતામાં હતી પ્રાર્થના :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં આવેલા રૈયાધાર વિસ્તારના શ્યામવિલા એપાર્ટમેન્ટમાં રહેતી 18 વર્ષીય પ્રાર્થના વિપુલભાઈ પારેખે પોતાના જ ઘટમાં દુપટ્ટો બાંધીને પોતાનુ જીવન ત્યજી દીધું. આ ઘટના અંગે જાણ થતા જ યુનિવર્સીટી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં એડમિશન ના મળવાના કારણે આપઘાત કર્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે.

સુસાઇડ નોટ મળી આવી :

પ્રાર્થનાએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “મને આજે એડમિશન ન મળ્યું તો હું શું કરીશ?, તમને બધાને લાગે છે હું આખો દિવસ ખુશ રહું છું તો મને કંઇ ટેન્શન નથી, તમારા કરતા વધારે મને ટેન્શન છે, કારણ કે ફ્યૂચર તો મારું છેને તેથી સોરી.”. દીકરીના મોત બાદ પરિવારમાં પણ માતમ છવાયો છે. પ્રાર્થનાએ ગયા વર્ષે ધોરણ 12ની પરીક્ષા અપાઈ હતી જેમાં તે એક વિષયમાં નાપાસ થતા તેને પૂરક પરીક્ષા આપી અને એક વિષયમાં પાસ થઇ ગઈ હતી.

પંખા સાથે લટકીને આપી દીધો જીવ :

છેલ્લા 5 દિવસથી તે તેના પરિવારજનો સાથે અલગ અલગ કોલેજમાં એડમિશન માટે જતી હતી પરંતુ તેને ક્યાંય એડમિશન મળી રહ્યું નહોતું. મંગળવારે પણ એડમિશન માટે જવાનું હતું અને તેની માતાએ તેને તૈયાર થવાનું કહ્યું. તે પોતાના રૂમમાં તૈયાર થવા ગઈ પરંતુ લાંબા સમય સુધી પરત ના આવતા તેની માતાએ બારણું ખખડાવ્યું, પરંતુ અંદરથી કોઈ જવાબ ના આવતા કંઈક અજુગતું થયો હોવનો આભાસ થતા દરવાજો તોડ્યો ત્યારે પ્રાર્થનાનો મૃતદેહ લટકતો જોવા મળ્યો.

Niraj Patel