સિંઘમ IPSની એવી કહાની જેને સાંભળીને થશે દેશને ગર્વ ! 7 વર્ષ જેલમાં રહ્યા બાદ રિશ્વતખોરોથી ભરી દીધી જેલ

એક IPS ઓફિસર જે 7 વર્ષ જેલમાં રહ્યા, પરંતુ જયારે તેની પોસ્ટ સંભાળી તો રિશ્વતખોરોની ઊંઘ હરામ કરી દીધી

માણસ ઉપર લાગેલ બદનામીનો દાગ તેને પૂરી રીતે સમાજથી અલગ કરી દી છે. એવામાં જો કોઇ માણસ અધિકારિક પદ પર બેઠો હોય અને તેને 7 વર્ષ જેલમાં વીતાવવા પડે તો વીચારો કે તેની હાલત કેવી હોઇ શકે છે. પરંતુ એક એવો IPS ઓફિસર છે 7 વર્ષ જેલમાં રહ્યો પરંતુ જયારે પોતાની પોસ્ટ સંભાળી તો રિશ્વતખોરોની ઊંઘ હરામ કરી દીધી.

અમે વાત કરી રહ્યા છીએ કર્ણાટકમાં જન્મેલા દિનેશ એમએનની. 6 સપ્ટેમ્બર 1971ના કર્ણાટકના ચિક્કબલ્લાપુર જિલ્લાના ચિંતામણી તાલુકાના ગામ મુનાગનાહલ્લીમાં જન્મેલા દિનેશ એમએન 1995 બેચના રાજસ્થાન કૈડરના આઇપીએસ અધિકારી છે. તે આ દિવસોમાં રાજસ્થાન એસીબીમાં એડીજી પદ પર તૈનાત છે.

આઇપીએસ દિનેશને ઇલેકટ્રોનિક્સ અને ટેલીકોમ્યુનિકેશનમાં બીઇની ડિગ્રી પ્રાપ્ત છે. આઇપીએસ બન્યા બાદ વર્ષ 1999માં રાજસ્થાન પોલિસમાં દૌસા એએસપીનો પદભાર આપવામાં આવ્યો હતો. તે બાદ આઇપીએસ દિનેશ કરૌલી, ઝૂંઝૂનું, સવાઇમાધોપુર, અલવર અને ઉદયપુરમાં એસપી રહ્યા.

આજના સમયમાં તેમણે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારીઓની ઊંઘ ઉડાવીને રાખી દીધી છે. 7 વર્ષ જેલમાં રહ્યા બાદ દિનેશ એમએન હવે પ્રદેશમાં સિંઘમના નામથી ઓળખાવા લાગ્યા છે. જેલથી બહાર આવ્યા બાદ આઇપીએસ દિનેશએ રાજસ્થાન ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરોની કમાન સંભાળી અને રાજયોની જેલોને રિશ્વતખોરોથી ભરી દીધી.

મીડિયા સાથે વાતચીત દરમિયાન આઇપીએસએ જણાવ્યુ કે દેશમાં એવું પહેલીવાર થયુ છે કે જયારે માત્ર 6 મહિનાની અંદર સરકારની કોઇ સ્ટેટ એજન્સીએ એક સાથે આટલા રિશ્વતખોરોને જેલ મોકલ્યા હોય. જેલ જનાર અધિકારીઓમાં એક આઇએએસ, એક આઇપીએસ, સાત આરએએસ અને ત્રણ આઇપીએસ અધિકારી હજી પણ જેલમાં છે.

આઇપીએસ દિનેશે એક બાદ એક કેટલાક ઓફિસરોને રિશ્વત લેતા રંગે હાથ પકડ્યા છે. આઇપીએસે શાહપુરા સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ ભારત ભૂષણ ગોયલે સાડા ત્રણ લાખ રૂપિયા સાથે પકડ્યા હતા. આ રકમ રિશ્વત પહેલાની કિશ્વત હતી જે ગોયલને આયુર્વેદિક ઓષધીઓની ફેકટરી લગાવવા માટે વેપારી દ્વારા આપવામાં આવી હતી.

રિશ્વતની પૂરી રકમ 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ત્યાં આઇપીએસ દિનેશે ઇન્સ્પેક્ટર પૂજા યાદવને દારૂની દુકાન લગાવવા માટે વ્યક્તિથી 40 હજાર રૂપિયાની રિશ્વત લેતા પકડી હતી. આઇપીએસ દિનેશની ટીમે પૂજા યાદવના ઘરથી 5 લાખ રૂપિયા અને બીજા રાજયોથી લાવવામાં આવેલ દારૂની 19 બોટલો કબ્જે કરી હતી. આ રીતે તેમણે જયપુરમાં નગર નિગમના બે અધિકારીઓને પકડ્યા હતા.

માલવીય નગરમાં એક મકાનના નિર્માણની મંજૂરી માટે 70 હજાર રૂપિયાની રિશ્વત લેતા એકને પકડી પાડવામાંં આવ્યા હતા. ત્યારે એવા કેટલાક અધિકારીઓ છે જેમને આઇપીએસ દિનેશ દ્વારા રિશ્વત લેતા પકડવામાં આવ્યા છે.

Shah Jina