પહાડ પરથી એક મોટો પથ્થર સીધો જ રોડ પર ઉભેલા JCB પર પડ્યો, અંદર બેઠેલા ડ્રાઈવરે મોતને આપ્યો આ રીતે ચકમો, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

JCB પર પહાડ પરથી પડ્યો મોતનો પથ્થર, જીવ બચાવવા માટે ડ્રાઈવરે જે કર્યું એ જોઈને તમે પણ કહેશો… “રામ રાખે એને કોણ ચાખે..”, જુઓ વીડિયો

Landslide happened at jcb : હાલ દેશભરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે,  સાથે જ ઘહણી જગ્યાએ ભૂસ્ખલન પણ થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશની હાલત ખુબ જ ખરાબ છે, જેમાં ભારે વરસાદ, પૂર અને ભુસખ્લનના કારણે કેટલાય લોકો મોતને પણ ભેટ્યા છે. તો ઘણા લોકો પોતાનું ઘર છોડવા માટે પણ મજબુર બન્યા છે. આવી ઘણી ઘટનાઓના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

વરસાદના વિરામ બાદ કામ થયું હતું શરૂ :

ચંદીગઢ-મનાલી હાઈવે છેલ્લા બે અઠવાડિયાના વરસાદ બાદ મંડી અને કુલ્લુ વચ્ચે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે આ રોડને ટ્રાફિક માટે પુનઃસ્થાપિત કરી દીધો છે. ક્ષતિગ્રસ્ત રસ્તાને પહોળો કરવા માટે મનાલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં વર્ક ફોર્સ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે. પરંતુ 17 જુલાઈએ હિમાચલ પ્રદેશમાં ફરીથી ભારે વરસાદ થયો, જેના કારણે રિપેરિંગ કામ માટે ઉભેલા જેસીબી મશીન પર પથ્થરો પડવા લાગ્યા.

પહાડ પરથી પથ્થર JCB પર પડ્યા :

પરંતુ આ દરમિયાન કર્મચારીઓ સમયસર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે જેસીબી રોડ પર ઉભું હતું ત્યારે જ પથ્થરો પહાડ પરથી પડવા લાગ્યા અને તેમાં બેઠેલો ડ્રાઈવર મોતને ચકમો આપીને ભાગવામાં સફળ થયો હતો.  આ દુર્ઘટનામાં કોઈને ઈજા કે નુકશાનની કોઈ ઘટના નોંધાઈ નથી. આ ઉપરાંત હજુ પણ સમારકામનું કામ ચાલુ છે. જો કે, વરસાદ સતત રાજ્યમાં રહેતા લોકો માટે ખતરો ઉભો કરે છે કારણ કે વારંવાર પૂર-ભૂસ્ખલન થઈ રહ્યું છે, જે નેશનલ હાઈવે, પુલો અને રહેણાંક વિસ્તારોને પણ નુકસાન પહોંચાડે છે.

 વીડિયોએ લોકોને હેરાન કરી દીધા :

આ વીડિયો વેધરમેન શુભમ નામના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, “17મી જુલાઈ 2023ના રોજ, હિમાચલ પ્રદેશના મંડીમાં પથ્થરો પડતાં JCB ડ્રાઈવર અને અન્ય લોકો બચી ગયા હતા.” આ ભયાનક વીડિયોએ યુઝર્સને ચોંકાવી દીધા છે. પ્રકૃતિને “ક્રૂર” ગણાવીને ઘણા લોકોએ કામદારો માટે ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું કે, “પહાડોને સુરક્ષિત કર્યા વિના અંધાધૂંધ રસ્તાનું નિર્માણ. જો આપણે ભવિષ્ય પર ધ્યાન નહીં આપીએ તો ઘણા લોકોના જીવ જશે.”

Niraj Patel