સુરતના વરાછામાં ધોરણ 10ના વિદ્ધાર્થીનો આપઘાત, ભણવામાં હોશિયાર તો પણ…..

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, આર્થિક તંગી, શારીરિક કે માનસિક તણાવ કે પછી અન્ય કારણો હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો વિદ્યાર્થીઓના અથવા તો સગીર બાળકોના આપઘાતના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જેમાં કોઇ પરીક્ષાને કારણે તો કોઇ નાપાસ થવાના ડરને કારણે તો કોઇ અન્ય કારણોસર આપઘાત કરી લેતા હોય છે.

હાલમાં સુરતના વરાછામાંથી ધોરણ 10ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. આ ઉપરાંત વિદ્યાર્થીના આપઘાતનું કારણ પણ અકબંધ છે. યુવરાજ જોશી નામના ધોરણ 10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પરિવાર પણ શોકમય બની ગયો છે. તપાસમાં એવું સામે આવ્યુ છે કે, વિદ્યાર્થીને આંતરિક પરીક્ષામાં 80 ટકા આવ્યા હતા અને તે હજી વધુ માર્ક્સ લાવશે તેવું પણ તેણે કહ્યુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

જો કે, તે પહેલા જ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 15 વર્ષના યુવરાજ જોશીએ ઘરમાં જ પંખા પર લટકી ગળે ફાંસો ખાધો હતો, જેને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. હાલ તો વરાછા પોલીસ આપઘાતનું કારણ જાણવા તપાસ કરી રહી છે.જણાવી દઇએ કે, મોટા વરાછામાં પણ એક રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ, જ્યારે પાસોદરામાં એક યુવકે આપઘાત કરી લીધો.

પ્રતિકાત્મક તસવીર

મૂળ જુનાગઢ અને વરાછાની વર્ષા સોસાયટીમાં મારૂતિ કોમ્પ્લેક્સ ખાતે રહેતા તુષારભાઈ જોષી કે જે ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 15 વર્ષીય પુત્ર યુવરાજ કે જે એલ.પી.સવાણી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો તેણે બુધવારે બપોરે ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ.

Shah Jina