વાયરલ

લોકો માટે ચેતવણી રૂપ ઘટના…પિતાએ પોતાના બાળકને સ્કૂટર પર બેસાડ્યુ અને સ્કૂટર ચાલુ રાખી ઉભો રહ્યો, બાળકે આપી રેસ અને પછી… જુઓ વીડિયો

બાળકોને સ્કૂટરમાં બેસાડતા લોકો સાવધાન ! આવું કરવું તમારા માટે પણ જીવલેણ બની શકે છે, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

આજે ઘણા નાની ઉંમરના બાળકોને સ્કૂટર લઈને નીકળતા આપણે જોયા હશે. કારણ કે તે ચલાવવું એકદમ સરળ હોય છે, તેમાં ગિયર નથી હોતા અને બ્રેક પણ હાથમાં જ હોય છે જેના કારણે નાની ઉંમરના બાળકો પણ તેને જલ્દી શીખી લે છે. પરંતુ ઘણીવાર કોઈ બાળક ચલાવવા જતા અચાનક રેસ આપી દે તો દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.

ત્યારે હાલ એક એવી જ ઘટનાનો રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ક્લિપ 44 સેકન્ડની છે જેમાં આપણે સફેદ સ્કૂટી પર ઊભેલા માણસને જોઈ શકીએ છીએ. બાળક સ્કૂટીના આગળના ભાગમાં ઉભું છે. ત્યારે જ મહિલા ઘરની બહાર આવે છે અને સ્કૂટી પર બેઠેલા વ્યક્તિના હાથમાં કઈક આપે છે.

ત્યારે જ બાળકે સ્કૂટીનું એક્સિલરેટર ફેરવી નાખ્યું, જેના પછી સ્કૂટી બેકાબૂ બની અને ઉછળીને નીચે પડી ગઇ. વ્યક્તિ અને બાળકને નીચે પડતા જોઈ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. આ વીડિયો શેર કરવાની સાથે શેર કરનારે વ્યક્તિની બે ભૂલો જણાવી. પ્રથમ, તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. બીજું, જ્યારે બાળક હેન્ડલ પકડીને સામે ઊભું હતું ત્યારે સ્કૂટી ચાલુ હતી. આવી સ્થિતિમાં તેણે એક્સીલેટર ફેરવ્યું અને ગંભીર અકસ્માત થયો.

આ વીડિયો ટ્વિટર હેન્ડલ @imvivekgupta દ્વારા સોમવાર 19 ડિસેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કેપ્શન આપવામાં આવ્યું હતું  “જ્યારે બાળક સ્કૂટી પર હોય, ત્યારે સ્કૂટી ઉભી કર્યા પછી એન્જિનને બંધ કરવું જ જોઈએ. નહીંતર તમારી સાથે પણ આ ઘટના બની શકે છે. વ્યક્તિએ દાવો કર્યો કે આ ઘટના મહારાષ્ટ્રના સિન્દુર્ગની છે. ત્યારે હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.