મનોરંજન

ફિલ્મોમાં આવતા પહેલા આવા દેખાતા હતા તમારા ફેવરિટ 5 કલાકાર, તસવીરો જોઈને હસી પડશો

ફેન્સના હોંશ ઉડી ગયા…ખરેખર આવા જાડા હતા? જુઓ

બોલીવુડના ઘણા સિતારાઓની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે, તેમના બાળપણની પણ ઘણી તસવીરો આપણે જોઈ હશે, આજે અમે તમને એવા જ તમારા સૌથી પસંદગીના બૉલીવુડ કલાકારોની તસવીરો બતાવવાના છીએ જે ફિલ્મોમાં આવ્યા પહેલા એકદમ અલગ દેખાતા હતા, જેમને ઓળખવા પણ મુશ્કેલ બને તેમ હતા. પરંતુ આજે તે બોલીવુડમાં આવ્યા બાદ ચમકી રહ્યા છે. અને લાખો લોકોની પસંદ પણ બની ગયા છે.

Image Source

1. સુશાંત સિંહ રાજપુત:
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેની ઘણી યાદો આપણી સાથે જરૂર જોડાયેલી છે. સુશાંતની આ એ સમયની તસ્વીર છે જેમાં સુશાંત એક પ્લે કરી રહ્યો હતો. આ તેનો પહેલો પ્લે હતો જેનું નામ પુકાર હતું.

Image Source

2. સારા અલી ખાન:
અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી સારા અલી ખાને પણ બોલીવુડમાં કેદારનાથ ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યું છે. આજે તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે અને ઘણું જ મોટું ફેન ફોલોઇંગ પણ ધરાવે છે. પરંતુ ફિલ્મોમાં આવ્યા પહેલા તે ખુબ જ જાડી હતી. જુઓ તસ્વીરમાં.

Image Source

3. કૈટરીના કૈફ:
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી કૈટરીના કૈફે ફેવિકોલની એક એડમાં કામ કર્યું હતું, જેની અંદર તેનો દેખાવ સાવ જુદો દેખાઈ રહ્યો હતો, પરંતુ આજે તે ખુબ જ સ્ટાઈલિશ અને વધુ સુંદર દેખાય છે.

Image Source

4. તાપસી પન્નુ:
અભિનેત્રી તાપસી પન્નૂએ પણ થોડા સમય પહેલા પોતાના શાળાના દિવસો દરમિયાનની તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી. આ તસ્વીરમાં તાપસી પ્રાર્થનામાં ભાગ લઇ રહેલી જોવા મળે છે. તાપસીનો દેખાવ આજે ઘણો જ બદલાઈ ગયો છે.

Image Source

5. જરીન ખાન:
અભિનેત્રી જરીન ખાનનું પણ બોલીવુડમાં આગવું નામ છે. ફિલ્મોમાં આવતા પહેલા તેનું વજન 100 કિલો જેટલું હતી, પરંતુ તેને પોતાના શરીર ઉપર મહેનત કરી અને વજન ઉતાર્યું. આજે બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાં તેનું પણ એક આગવું નામ છે.