પહેલા દિવસથી જ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવનાર “એનિમલ” ફિલ્મ માટે રણબીર કપૂરે લીધા આટલા કરોડ, અનિલ કપૂરની ફી જાણીને તો હેરાન રહી જશો

રણબીર કપૂર ‘એનિમલ’ માટે અનિલ કપૂર કરતા અનેક ગણી વધારે ફી લીધી, જાણો બોબીના હાથમાં લાગ્યા કેટલા કરોડ

Starcast fee for Anilam movie : બોલીવુડની ઘણી ફિલ્મો માટે દર્શકોમાં ખુબ જ ક્રેઝ હોય છે. ત્યારે જ્યારથી રણબીર કપૂરની ફિલ્મ “એનિમલ”ની જાહેરાત થઇ હતી અને તેનું ટીઝર અને ટ્રેલર જોયા બાદ લોકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. ગત 1 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઇ અને રિલીઝ થતાની સાથે જ શો હાઉસ ફૂલ પણ થવા લાગ્યા. ત્યારે દર્શકોનો જે ફિલ્મને આટલો સપોર્ટ મળી રહ્યો છે એ ફિલ્મના શૂટિંગ માટે તેની સ્ટાર કાસ્ટ પણ મોટી એવી ફીસ વસૂલી છે.

રણબીરે લીધી આટલી ફી :

ફિલ્મ ‘એનિમલ’માં પહેલીવાર રણબીર કપૂર ખતરનાક રોલમાં જોવા મળી રહ્યો છે. આ રોલને શ્રેષ્ઠ બનાવવા માટે અભિનેતાએ ઘણી મહેનત કરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ રોલ કરવા માટે રણબીર કપૂરે લગભગ 70 કરોડ રૂપિયાની મોટી ફી લીધી છે. જે સમગ્ર સ્ટાર કાસ્ટમાં સૌથી વધુ છે. જો કે, મીડિયા રિપોર્ટ અનુસાર હવે અભિનેતાએ ફી ઘટાડીને અડધી કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રણબીર કપૂરે એનિમલ માટે 30-35 કરોડ રૂપિયાની ફી લીધી હતી. તેણે પોતાની ફીનો એક ભાગ આ ફિલ્મ બનાવવામાં રોક્યો છે.

બાકી કલાકારોએ પણ લીધા આટલા કરોડ :

જ્યારે બોલ્યા વગર પોતાની એક્ટિંગથી લોકોના દિલ ધ્રૂજાવી દેનાર બોબી દેઓલે આ ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયાની જંગી રકમ લીધી છે. બોલિવૂડમાં ફિટનેસ યુવા સ્ટારને સ્પર્ધા આપનાર અભિનેતા અનિલ કપૂર આ ફિલ્મમાં રણબીર કપૂરના પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. આ રોલ માટે તેણે લગભગ 2 કરોડ રૂપિયાની ફી લીધી છે. તો ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કરનાર રશ્મિકા મંદાનાએ આ ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા ફીસ લીધી હોવાનું સામે આવ્યું છે.

3 દિવસમાં ધૂમ કમાણી :

આ ઉપરાંત આ ફિલ્મમાં શક્તિ કપૂર પણ જોવા મળ્યા છે. શક્તિ કપૂરે પણ આ ફિલ્મ માટે 30 લાખ રૂપિયા જેટલી ફી વસૂલી છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઇ ગઈ છે અને ફિલ્મ ક્રિટીક તરણ આદર્શના અહેવાલ પ્રમાણે આ ફિલ્મે ત્રણ દિવસમાં જ તમામ ભાષામાંઓ થઈને કુલ 201.76 કરોડનો બિઝનેસ કરી લીધો છે અને દર્શકો હજુ પણ આ ફિલ્મ જોવા મોટી સંખ્યામાં થિયેટર સુધી જઈ રહ્યા છે.

Niraj Patel