સલામત એસટીમાં બેસતા પહેલા સાવધાન: ST બસ વાળાએ ટેન્કરમાં ઘુસાડી દીધી, મુસાફરો બિચારા….

ST ની સલામત સવારી બની ગઈ ખતરનાક, ટ્રક પાછળ બસ ઘૂસી જતાં 25 મુસાફરોની આવી ખરાબ હાલત થઇ ગઈ, જેણે જોયું ચીસો પાડવા લાગ્યા

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતોને કારણે કાર કે બસમાં સવાર લોકોના જીવ જોખમમાં મૂકાઇ જતા હોય છે અથવા તો તેઓને ગંભીર ઇજા પહોંચતી હોય છે. ઘણીવાર અકસ્માતને કારણે લોકો જીવ પણ ગુમાવી બેસતા હોય છે. ત્યારે હાલ રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા પાસે એક અકસ્માત સર્જાયા હોવાના સમાચાર છે. આ અકસ્માત ST બસ અને ટેન્કર વચ્ચે સર્જાયો હતો, જેને પગલે ચોટલા પોલિસ પણ દોડી આવી હતી.

જો કે મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે બસ ડ્રાઇવર મોબાઇલમાં વ્યસ્ત હતો અને તેણે જ અકસ્માતને આમંત્રણ આપ્યુ છે. અકસ્માતને પગલે મુસાફરોએ ડ્રાઇવર સાથે ઝઘડો પણ કર્યો હતો. ઘટનાની વિગત જોઇએ તો, સવારે 8 વાગ્યે રાજકોટથી અમદાવાદ જતી ST બસ ચોટીલા નજીક આપા ગીગાના ઓટલા પાસે પહોંચી હતી ત્યારે આ દરમિયાન આગળ જતા ટેન્કર સાથે પાછળથી ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતને કારણે 10-15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી અને જે બાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઘાયલોને ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઓપીડીમાં ખસેડવામાં આવ્યા હતા. એક ઇજાગ્રસ્ત મુસાફર અનુસાર ST બસ ચાલક ફોનમાં વાત કરતા કરતા પુરપાટ ઝડપે બસ ચલાવતા હતા અને તેની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો, જેને કારણે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જણાવી દઇએ કે, હોસ્પિટલમાં લાઇટો ગુલ થતા લિફ્ટ બંધ થઇ જવા પામી હતી અને દર્દીઓને ગરમીમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Shah Jina