શું ખરેખર મુંબઈ એરપોર્ટ પર શાહરુખ ખાન અને તેની ટિમને કસ્ટમ વિભાગે રોક્યા? આટલા લાખ ભર્યા, જાણો સમગ્ર વિગત

બોલીવુડમાં કિંગ ખાન તરીકે ઓળખાતા અભિનેતા શાહરુખ ખાન હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, ત્યારે હાલ શાહરુખ અને તેની ટીમને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા શુક્રવારે મોડી રાત્રે રોકી લેવામાં આવ્યા હતા. લગભગ એક કલાક બાદ શાહરુખ અને તેની મેનેજર પૂજા દદલાનીને એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા. પરંતુ શાહરુખના બોડીગાર્ડ  રવિ અને તેની ટીમને કસ્ટમ વિભાગ દ્વારા પકડી રાખવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર લાખો રૂપિયાની કિંમતી ઘડિયાળ ભારતમાં લાવવા અને બેગમાં મોંઘી ઘડિયાળના ખાલી ડબ્બા મળવા તેમજ કસ્ટમ ડ્યુટી ના ચૂકવવા માટે શાહરુખ ખાનની પુછપરછ કરવામાં આવી હતી. શાહરુખ તેની ટીમ સાથે પ્રાઇવેટ ચાર્ટર VTR-SG દ્વારા દુબઈની અંદર એક બુક લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપવા માટે ગયો હતો. આજ ચાર્ટર ફલાઇટથી તે મોડી રાત્રે 12.30 મુંબઈ પરત ફર્યો. રેડ ચેનલ પાર કરવા દરમિયાન શાહરુખ અને તેની ટીમની પાસે બેગની અંદર લાખો રૂપિયાની મોંઘી ઘડિયાળો મળી આવી.

આ પછી કસ્ટમે બધાને રોક્યા અને બેગની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બેગમાંથી ઘણી મોંઘી ઘડિયાળો BUBEN & ZORWEG ઘડિયાળ, રોલેક્સ ઘડિયાળના 6 બોક્સ, Esprit-8 બ્રાન્ડની ઘડિયાળ (લગભગ 8 લાખ રૂપિયા), એપલ સીરીઝની ઘડિયાળો મળી આવી હતી. આ સાથે ઘડિયાળના ખાલી બોક્સ પણ મળી આવ્યા હતા. જ્યારે કસ્ટમે આ ઘડિયાળોનું મૂલ્યાંકન કર્યું ત્યારે તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી હતી.

જેના બાદ કરોડો રૂપિયાની આ ઘડિયાળો પર લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. એક કલાક સુધી ચાલેલી પ્રક્રિયા બાદ શાહરૂખ અને પૂજા દદલાનીને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યા હતા પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમના સભ્યોને અટકાવવામાં આવ્યા હતા. બીજી તરફ શાહરૂખ ખાનની ટીમે કહ્યું છે કે તમામ ઘડિયાળો અને બોક્સની કિંમત લગભગ 18 લાખ છે. બિલની તપાસ કર્યા બાદ તેને 6.83 લાખ કસ્ટમ ડ્યુટી ભરવાનું કહેવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિએ 6 લાખ 83 હજાર રૂપિયાનો કસ્ટમ ચૂકવ્યો છે. જેનું બિલ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિના નામે બનેલું છે. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર આ પૈસા શાહરૂખ ખાનના ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવ્યા છે. પુગલ અને કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર યુદ્ધવીર યાદવે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. આ પછી, કસ્ટમે સવારે 8 વાગ્યે શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિને છોડી દીધો.

NEW UPDATE 14-11-2022:

કસ્ટમ અધિકારીએ કહ્યું હતું, ‘શાહરુખ અને તેની ટીમ GA (જનરલ એવિએશન) ટર્મિનલ પર રાત્રે 12.30 વાગ્યાની આસપાસ આવી હતી. SRK અને તેની ટીમ પાસે 6-7 બેગ હતી, આથી આ તમામની સ્ક્રીનિંગ કરવા માટે ત્યાં લઈ જવામાં આવ્યા હતા. બેગમાંથી વોચના ખાલી બોક્સ નીકળ્યા અને સાથે જ એક એપલ કંપનીની વૉચ હતી. આ બધી વસ્તુઓની તેમની પાસે કોઈ રિસિપ્ટ નહોતી. તેમણે એવું કહ્યું હતું કે આ તેમને ભેટમાં મળી છે. આથી અમે આ તમામની કિંમત માટે સર્ચ કર્યું હતું અને તેની કિંમત 17.86 લાખ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ રવિ જે બૉડીગાર્ડ છે, તે એક બેગ સાથે એસ્કોર્ટ કરીને ડ્યૂટી ભરવા માટે લઈ જવામાં આવ્યો હતો. રવિએ 6.88 લાખ (કુલ કિંમતના 38.5% કસ્ટમ ડ્યૂટી) ભર્યા હતા.’

Niraj Patel