તમે જે કહ્યું અને કર્યું તે ખોટું હતું. મને ખાતરી છે કે ભગવાન પણ તમને માફ નહીં કરે. આટલું કર્યા પછી તું પાછો મેદાનમાં… ગંભીરની પોસ્ટ પર ફૂટી રહ્યો છે શ્રીસંતનો ગુસ્સો, જુઓ
Sreesanth-Gambhir Controversy : ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચેનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. બુધવારે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ દરમિયાન શરૂ થયેલો આ વિવાદ હવે સોશિયલ મીડિયા પર ચાલુ છે. ક્યારેક શ્રીસંત વીડિયો પોસ્ટ દ્વારા ગૌતમ ગંભીર પર આરોપ લગાવતો જોવા મળે છે તો ક્યારેક ગંભીર પોસ્ટ દ્વારા વિવાદને વધારતો જોવા મળે છે. નવી અપડેટ એ છે કે હવે શ્રીસંતે ગંભીરની પોસ્ટ પર વિગતવાર પ્રતિક્રિયા આપી છે. શ્રીસંતે તેને ઘમંડી અને વર્ગવિહીન વ્યક્તિ ગણાવ્યો છે.
સૌથી પહેલા શ્રીસંતે શેર કર્યો વીડિયો :
સૌથી પહેલા શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને ગૌતમ ગંભીર પર ઘણા આરોપો લગાવ્યા. તેની પત્ની ભુવનેશ્વરી કુમારીએ પણ આ પોસ્ટ પર ગંભીરને ઘણું કહ્યું. ભુવનેશ્વરીએ તો ત્યાં સુધી કહ્યું કે ઉછેર ખૂબ મહત્વ ધરાવે છે. આ પોસ્ટ પછી ગૌતમ ગંભીરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હસતી તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે જ્યારે દુનિયા માત્ર ધ્યાન ખેંચવા માટે કંઈ પણ કરે છે, તો માત્ર સ્મિત કરો. ગંભીરની આ પોસ્ટ બાદ શ્રીસંત ચોંકી ગયો હતો અને તેણે દિગ્ગજ બેટ્સમેનને ખૂબ ઠપકો આપ્યો હતો. ગંભીરની આ પોસ્ટ પર ઈરફાન પઠાણે પણ કોમનેટ કરી હતી.
ગંભીરની પોસ્ટ પર આપી પ્રતિક્રિયા :
શ્રીસંતે લખ્યું, ‘તમે એક ખેલાડી અને ભાઈની હદ વટાવી દીધી છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમે (MP) લોકોનું પ્રતિનિધિત્વ કરો છો. આ પછી પણ તમે દરેક ક્રિકેટર સાથે ઝઘડો કરતા રહો છો. તમારી સમસ્યા શું છે? હું હમણાં જ હસ્યો અને તમે મને ફિક્સરનું લેબલ આપ્યું? શું તમે સુપ્રીમ કોર્ટથી ઉપર છો? તમને આવું બોલવાનો અને કંઈપણ કહેવાનો કોઈ અધિકાર નથી. તમે અમ્પાયરોને પણ ગાળો આપી, છતાં હસતા હસતા વાત કરો છો?
ગંભીરને ગણાવ્યો ઘમંડી :
શ્રીસંત લખ્યું, ‘તમે ઘમંડી અને સંપૂર્ણ રીતે વર્ગવિહીન વ્યક્તિ છો, જે લોકો તમને સપોર્ટ કરે છે તેમના માટે પણ તમને કોઈ સન્માન નથી. ગઈકાલ સુધી મને હંમેશા તમારા અને તમારા પરિવાર માટે માન હતું. તમે અપમાનજનક શબ્દ “ફિક્સર” નો ઉપયોગ માત્ર એક જ વાર નહિ, પરંતુ સાત કે આઠ વખત કર્યો છે. તમે મને સતત ઉશ્કેરવાનો પ્રયાસ કરતા અમ્પાયરો અને મારા તરફ F-શબ્દનો ઉપયોગ કર્યો હતો. મેં જે સહન કર્યું છે તે જે કોઈને સમજાય છે તે તમને ક્યારેય માફ કરશે નહીં. તમે એ પણ જાણો છો કે તમે જે કહ્યું અને કર્યું તે ખોટું હતું. મને ખાતરી છે કે ભગવાન પણ તમને માફ નહીં કરે. આટલું કર્યા પછી તું પાછો મેદાનમાં પણ નથી આવતો, ભગવાન બધું જોઈ રહ્યા છે.”
View this post on Instagram