આ બાળકના બુટની અંદરથી એવું નીક્ળ્યું કે જોઈને જ એક મહિલા ચીસ પાડી ઉઠી, વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ ઘણા એવા વીડિયો લોકોને હેરાન પણ કરી દેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમે પણ હેરાન રહી જશો અને ખાસ વાત તો એ છે કે આ વીડિયો લોકો માટે ચેતવણી રૂપ છે.

વીડિયો જોયા પછી તમે એક વાત ચોક્કસ શીખી જશો કે તમે તમારા શૂઝને ખંખેર્યા વિના ક્યારેય નહીં પહેરો. ઘણા લોકો એવા હોય છે કે જેઓ કરોળિયાથી એટલા ડરે છે કે તેઓ કરોળિયાને જોતા જ ચીસો પાડવા લાગે છે. કરોળિયા હોવાના કારણે ઘણા લોકો રૂમની અંદર પણ જતા નથી. વાયરલ થઈ રહેલો વીડિયોમાં કરોળિયો જોવા મળે છે જેને જોઈને દરેકના હૃદયના ધબકારા વધી રહ્યા છે.

આ વીડિયોને વાઇરલ હોગ નામના એક યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર એક વિશાળકાય કરોળિયાને એક બાળકના બુટની અંદરથી બહાર નીકળતા જોવા મળે છે. વીડિયો જોવામાં જ ખુબ જ ખતરનાક દેખાય છે. આ વીડિયો પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનો જણાવવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ ઘટના 21 ડિસ્મેબરના રોજની જણાવવામાં આવી રહી છે. આ વીડિયો માત્ર 29 સેકેંડનો છે. પરંતુ જોનારા તેને જોઈને ઘણા જ હેરાન પણ રહી ગયા છે. આ વીડિયોને લઈને મમ રૂથ દ્વારા મીડિયાને જણાવ્યું કે તે પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના વ્હીટબેલ્ટ વિસ્તારમાં રહે છે અને તેમના ત્યાં ઝાડવામાથી હંમેશા ખતરનાક કીડા-મંકોડા બહાર નીકળે છે. એટલા માટે તે પોતાના બુટ પહેરતા પહેલા અવશ્ય ખંખેરે છે.

Niraj Patel