ખાને જેલમાંથી બહાર આવતા કહ્યું, મેં જેલમાં 10 દિવસ માત્ર પાણી પીને વીતાવ્યા, ઘટી ગયુ વજન, લોકો બોલ્યા- જૂઠ્ઠો

પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કેઆરકે એટલે કે કમાલ રાશિદ ખાન જેલમાંથી બહાર આવી ગયા છે. કેઆરકેને થોડા દિવસો પહેલા એક જૂની ટ્વિટના સંબંધમાં મુંબઈ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં શોષણના એક કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોતાના ટ્વીટથી સમાચારોમાં રહેલો KRK જેલમાંથી છૂટતાની સાથે જ ટ્વિટર પર પાછો ફર્યો અને જણાવ્યું કે તેણે જેલમાં 10 દિવસ કેવી રીતે વિતાવ્યા. કમલ આર. ખાને જેલમાંથી બહાર આવતાની સાથે જ ટ્વીટ કર્યું હતું કે તે બદલો લેવા માટે પાછો ફર્યો છે.

જેને તેણે માત્ર 12 કલાકમાં કાઢી નાખ્યુ. હવે કેઆરકેએ ટ્વિટ કરીને લખ્યું કે મીડિયા મારા વિશે નવી નવી વાતો બનાવી રહ્યું છે. હું મારા ઘરે પાછો અને સલામત છું. હું કોઈની સાથે બદલો લેવા માંગતો નથી. મારી સાથે જે કંઈ ખરાબ થયું છે, તે હું ભૂલી ગયો છું. મને ખાતરી છે કે આ બધી વસ્તુઓ મારા નસીબમાં લખેલી છે. આ સાથે કેઆરકેએ કહ્યું કે મેં માત્ર પાણી પીને 10 દિવસ જેલમાં વિતાવ્યા છે, તેથી મારું વજન 10 કિલો ઘટી ગયું છે. કમાલ આર ખાનના ટ્વીટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, હવે સારા થઈ જાઓ, લોકો વિશે ખોટું બોલવાનું બંધ કરો. અન્ય એક યુઝરે લખ્યું કે સર બ્રહ્માસ્ત્ર અને જેલ એક સાથે રિવ્યુ. વર્ષ 2020માં કમાલ આર ખાને બોલિવૂડ અભિનેતાએ ઋષિ કપૂર, ઇરફાન ખાન અને અક્ષય કુમાર પર એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું. જે બાદ મુંબઈની મલાડ પોલીસે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી. આ સિવાય 2019માં એક કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી.

KRK પર આરોપ હતો કે તેણે જાન્યુઆરી 2019માં એક મૉડલ પાસેથી એક ફિલ્મમાં લીડ રોલ ઑફર કરવા માટે ફેવર માગ્યો હતો. જણાવી દઈએ કે કેઆરકેના જેલમાં રોકાણ દરમિયાન તેના પુત્ર ફૈઝલે તેના પિતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે તેના પિતાનો જીવ જોખમમાં છે. ફૈઝલે ટ્વિટ કરીને બીજેપી નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખ પાસે મદદ માંગી હતી. ફૈઝલે કહ્યું હતું કે તે તેના પિતાને સુશાંત સિંહ રાજપૂતની જેમ મરતા જોવા નથી માંગતો.

જણાવી દઇએ કે, કેઆરકેની 30 ઓગસ્ટે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી, તે કોઈ કામ માટે દુબઈથી મુંબઈ આવ્યો હતો. આ પછી, કેઆરકેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 9 દિવસ સુધી જેલમાં રાખ્યા બાદ કોર્ટે બંને કેસની સુનાવણી બાદ શરતી જામીન આપ્યા છે.

Shah Jina