મનોરંજન

રાજા મહારાજાઓની જેમ જિંદગી જીવે છે રજનીકાંતનો જમાઈ, સ્વર્ગથી જરા પણ કમ નથી તેનું આલીશાન ઘર, જુઓ તસવીરો

જેમ ભારતમાં બોલીવુડના કલાકારોનો એક મોટો ચાહકવર્ગ છે તેમ જ સાઉથના કલાકારોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે, સાઉથમાં પણ ઘણા બધા એવા અભિનેતાઓ છે જેમને લોકો બોલીવુડના કલાકારો કરતા પણ વધારે પ્રેમ કરે છે. એવા જ એક અભિનેતા છે રજનીકાંત. રજનીકાંતને તો લોકો ભગવાન પણ માને છે. તેમના જીવન વિશે પણ લોકો પરિચિત છે. પરંતુ આજે આપણે વાત રજનીકાંતની નહિ પરંતુ તેમના જમાઈની કરવાની છે.

રજનીકાંતના જમાઈ અભિનેતા ધનુષ પણ ચાહકોની પહેલી પસંદ છે, તેના અભિનયની પણ લોકો ખુબ જ પ્રસંશા કરે છે. ધનુષનું આખું નામ કદાચ ભાગ્યે જ કોઈને ખબર હશે. તેનું આખું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તે હવે ધનુષના નામથી જ ઓળખાય છે.

ધનુષે એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. ધનુષ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તેની તસવીરો પણ તે અવાર નવાર શેર કરતો રહે છે. પરંતુ આજે અમે તમને ધનુષના ઘરની કેટલીક ખાસ તસવીરો બતાવવાના છીએ. ધનુષનું ઘર કોઈ જન્નતથી જરા પણ કમ નથી.

ધનુષના ઘરની સુંદર તસવીરો જોઈને તમે પણ કહેશો કે ઘર હોય તો આવું. અભિનેતાએ પોતાના ઘરના કેટલાક ભાગમાં વુડન ફ્લોરિંગ કરાવી રાખ્યું છે. ધનુષના ઘરમાં વુડનની વૉલ અને સોફા સેટ પણ જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત તેના ઘરનો ડ્રોઈંગ રૂમ પણ ખુબ જ સુંદર છે. ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યાએ ડ્રોઈંગ રૂમમાં બ્રાઉન કલર કવર સાથે સોફા સેટ રાખેલા છે. તો પાછળ દીવાલ ઉપર પેઈન્ટિંગ્સ પણ લગાવવામાં આવી છે.

ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યાને પુસ્તકો વાંચવાનો પણ ખુબ જ શોખ છે. જેના કારણે આ કપલના ઘરમાં પુસ્તકો માટે ખાસ જગ્યા પણ બનાવવામાં આવી છે. એક તસ્વીરમાં ઐશ્વર્યા તેના દીકરા સાથે સોફા ઉપર બેસીને પુસ્તક વાંચતી પણ જોવા મળે છે અને તેની પાછળ પુસ્તકોનું કબાટ પણ જોઈ શકાય છે.

અભિનેતાના ઘરની બાલ્કની પણ ખુબ જ સુંદર છે. તેને બાલ્કનીમાં ગ્લાસની રેલિંગ કરાવી રાખી છે અને ત્યાં ખુરશીઓ પણ રાખવામાં આવી છે. જેના કારણે ત્યાં બેસી અને આરામનો સમય પસાર કરી શકાય.

ધનુષના આ આલીશાન ઘરની શોભા તેનો લોન એરિયા પણ વધારે છે. તેના ઘરમાં ખુબ જ સુંદર લોન છે. જ્યાં ઐશ્વર્યા યોગા કરતી પણ જોવા મળે છે. આ લોનની અંદર આ કપલે ઝાડ અને છોડ પણ વાવ્યા છે.

તમને જાણવી દઈએ કે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે 18 નવેમ્બર 2004ના રોજ ધનુષ્ય લગ્ન કર્યા હતા. આ લગ્ન તમિલ રીતિ રિવાજ પ્રમાણે થયા હતા. જેમાં ખાસ સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહિ, રિસેપશનમાં આવેલા મહેમાનોને પણ કાર્ડ બતાવીને આવવા વિનંતી કરવામાં આવી હતી.