ખબર

સોનુ સુદે ફરી મહેકાવી માનવતા, 10 મહિનાની દીકરી માટે જે કરશે તે જાણીને ખરેખર ફરીવાર સોનુ સુદને નમન કરવાનું મન થઇ જશે

બોલીવુડમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર અભિનેતા સોનુ સુદ અસલ જીવનમાં એક હીરો બનીને ત્યારે સામે આવ્યા જયારે લોકડાઉનમાં તેને ઘણા પ્રવાસી મજૂરોને વતન મોકલવા માટેની ઝુંબેશ ઉઠાવી, પૈસાને પાણીની જેમ વહાવીને લોકોની મદદ કરી.

Image Source

સોનુ સુદનું આ માનવતા ભર્યું કાર્ય ત્યાં જ અટકી ના પડ્યું, પરંતુ અત્યારે પણ તે ઘણા લોકોની મદદ માટે આગળ આવી રહ્યો છે. હમણાં જ એક ખબર વાયરલ થઇ હતી જેની અંદર સોનુ સુદનો એક ચાહક તેને બિહારથી સાયકલ લઈને મુંબઈ મળવા માટે જઈ રહ્યો હતો ત્યારે તે વ્યક્તિને સોનુ સુદે પ્લેનની ટિકિટ કરાવી આપી અને સાઈકલને પણ પ્લેનમાં સાથે લઈને મુંબઈ મળવા બોલાવ્યો હતો.

Image Source

ત્યારે આ બધા વચ્ચે જ એક બીજી ખબર આવી રહી છે જે જાણીને સોનુ સુદને ફરીવાર વંદન કરવાનું મન થાય જાય છે. સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો સોનુ સુદ પાસે મદદ માંગતા જોવા મળે છે, અને સોનુ સુદ પણ તે લોકોને શક્ય તેટલી મદદ કરતો જ રહે છે. ત્યારે 29 નવેમ્બરના રોજ એક ટ્વીટર યુઝર્સ નરેન્દ્ર બાબુએ એક નાની દીકરીની તસ્વીર ટ્વીટ કરી હતી અને સાથે આ દીકરીને મદદ કરવા માટેની અપીલ પણ કરી હતી.


આ ટ્વિટની અંદર લખવામાં આવ્યું હતું કે: “હું તેલંગાણાથી રવિકુમાર છું. મારી એક દીકરી છે. જે સાસિવેધા (10 મહિનાની બાળકી) છે. દુર્ભાગ્યથી તે તૂટેલા હોઠની વિકલાંગતા સાથે જન્મી છે. તેને સર્જરીની જરૂર છે પરંતુ હું તેની સર્જરી માટે પૈસા ચૂકવી શકું તેમ નથી. મહેરબાની કરીને તેની મદદ કરો !”

આ ટ્વીટ ઉપર સોનુ સુદની નજર પડતા જ તેને તરત જ તે ટ્વીટને રીપ્લાય આપ્યો તો અને જણાવ્યું હતું કે: “ચિંતા ના કરશો. હું તેને પૂર્ણ કરીશ. એક અઠવાડિયાની અંદર તેની સર્જરી થઇ જશે !!

ત્યારે 10 મહિનાની બાળકીની તસ્વીર અને તેની તકલીફ જણાવનાર નરેન્દ્ર બાબુએ પણ સોનુ સુદનો  જવાબ આવવા બાદલ આભાર વ્યક્ત કર્યો હતો.જયારે જયારે જરૂર પડી છે ત્યારે આ સાચો હીરો ભગવાન બનીને આવ્યો છે!

સોનુ સુદના આવા તમામ કાર્યો માટે કરીએ એટલા વંદન ઓછા પડે !! ફરીવાર દિલ જીતી લીધું, આ સાચા હીરો એક સલામ જરૂર કરજો !! આર્ટિકલ કંઈક પ્રેરણાયુક્ત અને જાણકારી ભર્યો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા, ધન્યવાદ!