જૂની સોનુની બોલ્ડનેસે વધાર્યુ તાપમાન, બિકીની જેવા નાના કપડામાં કરી શોપિંગ કે જોતા જ ચોંકી ઉઠશો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શોએ દર્શકોના દિલમાં એક એલગ જગ્યા બનાવી લીધી છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. દર્શકોએ આ શોના ચાઇલ્ડ સ્ટાર્સને મોટા થતા જોયા છે. આ કલાકારોથી લોકોનું અલગ કનેક્શન છે.શોનો ભાગ રહી ચૂક્લી અભિનેત્રી નિધિ ભાનુશાળી જે ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને શિક્ષક ભિડેભાઇની દીકરી સોનુનું પાત્ર નિભાવી રહી હતી તેને આજે પણ લોકો પ્રેમ કરે છે. એટલા જ માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર હોય છે વીડિયો જોતજોતામાં વાયરલ થઇ જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

ભલે સોનુ હવે તારક મહેતાનો ભાગ નથી, પરંતુ તો પણ તેને લોકો સોનુના રૂપમાં જ સંબોધિત કરે છે. ત્યારે હવે તેની બે તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેણે હાલમાં સો.મીડિયાનું તાપમાન વધારી દીધુ છે. નિધિએ કુલ હેયરડૂ સાથે ટ્રેંડી બ્રાલેટ અને પેન્ટ પહેરેલી બે તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, અહીં જોવા માટે કંઇ છે નહિ બસ વધુ એક નવું જૂનુન.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

આ તસવીર જોયા બાદ કેટલાક લોકો નિધિની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. લોકો તેને એ યાદ અપાવી રહ્યા છે કે તે કેવું પાત્ર નિભાવી ચૂકી છે, તો કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જૂની સોનુ એટલે કે નિધિ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહી હોય. તે અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર નિધિ ભાનુશાળી વેકેશનની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે અને તેના લોકેશનની સાથે તેના લૂક વિશે ફેન્સને અપડેટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

તમને જણાવી દઈએ કે નિધિ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો નથી પરંતુ ચાહકો હજી પણ તેને ખૂબ પ્રેમ કરે છે.નિધિએ શોમાં લાંબા સમય સુધી આત્મારામ ભિડેની દીકરી સોનુ ભિડેનું પાત્ર નિભાવ્યુ હતુ. પરંતુ તે વર્ષ 2019માં શોમાંથી બહાર થઇ ગઇ હતી. નિધઇ પહેલા આ પાત્ર ઝીલ મહેતાએ નિભાવ્યુ હતુ. શોમાં હવે સોનુનું પાત્ર પલક સિધવાની નિભાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નિધિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે,નિધિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફોલોઅર્સની યાદી ઘણી લાંબી છે અને તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી.

Shah Jina