મોરના ઈંડા ચીતરવા ના પડે: કિર્તીદાન ગઢવીના દીકરાએ હજારોની વચ્ચે ગાયું “રસિયો રૂપાળો” ગીત, માયાભાઇ પણ થઇ ગયા ખુશ

કિર્તીદાન ગઢવીના દીકરાએ હજારોની જનમેદની વચ્ચે ગાયું “રસિયો રૂપાળો”  ગીત, માયાભાઇ આહીર પણ થઇ ગયા ખુશ ખુશાલ, જુઓ વીડિયો

Song sung by Kirtidan Gadhvi’s son : આપણા ગુજરાતની ધરતી પર ઘણા બધા કલાકારો છે અને તેમને પોતાની મહેનતથી એક આગવું નામ પણ બનાવ્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર ડાયરાના કાર્યક્રમો પણ થતા હોય છે અને હજારોની જનમેદની જોવા માટે પણ એકઠી થતી હોય છે. ત્યારે 2 દિવસ પહેલા વીતેલા શિવરાત્રીના તહેવાર પર પણ ઘણી જગ્યાએ ડાયરાના કાર્યક્રમો યોજાયા હતા.

ત્યારે જૂનાગઢની ભવનાથ તળેટીમાં પણ ભવ્ય કાર્યક્રમ યોજાય છે. જેમાં ગુજરાતના મોટા મોટા કલાકારો ડાયરાના મંચ પરથી રમઝટ બોલાવે છે. પરંતુ આ વર્ષે ભવનાથ તળેટીમાં યોજાયેલા ડાયરામાં ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના દીકરા રાગે રંગત જમાવી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

કિર્તીદાન ગઢવીનો ડાયરો જ્યાં પણ હોય છે ત્યાં હજારોની જનમેદની ઉમટતી હોય છે. ત્યારે ભવનાથમાં પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. ત્યારે કિર્તીદાન ગઢવીના દીકરા રાગે આ જનમેદની વચ્ચે ડાયરાના મંચ પરથી જરા પણ ખચકાટ વગર “રસિયો રૂપાળો” ગીત લલકાર્યું હતું. જે સાંભળીને શ્રોતાજનો પણ મંત્રમુગ્ધ બની ગયા હતા.

જૂનાગઢની ભવનાથ તળેટીમાં દર વર્ષે શિવરાત્રી પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાય છે અને સાધુ સંતો સહીત હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટીમાં ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે પણ એવો જ નજારો જોવા મળ્યો. ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પણ પોતાના સહપરિવાર સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે મંચ પર જયારે હાસ્ય કલાકાર માયાભાઇ આહીર બેઠા હતા ત્યારે જ કિર્તીદાન ગઢવીનો દીકરો રાગ પણ મંચ પરથી સુર રેલાવતો જોવા મળ્યો હતો. આ જોઈને લોકો પણ બોલી ઉઠ્યા કે મોરના ઈંડાને ચીતરવા  ના પડે. કિર્તીદાન ગઢવીના દીકરામાં પણ તેમના સંસ્કાર બખૂબી ઉતરી આવ્યા એ જોઈ શકાય છે.

રાગે સુરીલા અવાજમાં “રસિયો રૂપાળો” ગીત ગાયું હતું. ત્યારે માયાભાઇ આહીર પણ પાછળ બેઠા બેઠા દાદ આપી રહ્યા હતા. તો સામે શ્રોતાજનોમાં કિર્તીદાનના પત્ની સોનલ પણ બેઠા હતા અને તે પણ પોતાના દીકરાને મંચ પરથી ગાતા જોઈને હરખાઈ રહ્યા હતા. ત્યારે આ વીડિયો હવે દરેકને પસંદ આવી રહ્યો છે.

Niraj Patel