બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર, જે છેલ્લા મહિને જ મુંબઇ આવી છે, તે સોશિયલ મીડિયામાં જીવનના અલગ અલગ પત્તાની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. કેટલાક સમય પહેલા જ સોનમ કપૂરની પ્રેગ્નેંસી ખબરોની અફવા ઉડી હતી. હવે અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની ટોન્ડ બોડી બતાવતી જોવા મળી રહી છે. સાથે જ લોકોને જડબાતોડ જવાબ પણ આપી રહી છે.
આ પહેલા સોનમ કપૂરે એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યુ હતુ કે, તે પાણી અને આદુ પી રહી છે કારણ કે તે પીરિયડ્સના પહેલા દિવસમાં છે. સોનમ કપૂરે જે વીડિયો શેર કર્યો છે, તે સેલ્ફી વીડિયો તેણે જીમમાં બનાવ્યો છે. આ વીડિયોમાં તેણે ગ્રે કલરનો એથલીટ ડ્રેસ પહેર્યો છે અને તે મીરર સામે પોઝ આપી રહી છે. સોનમ કપૂરે જે વીડિયો શેર કર્યો છે, તેના પર યુુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાા છે. વધારે લોકો તો સોનમને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ કે, કંઇ છે તો નહિ, શું બતાવી રહી છે. જો કે, સોનમ કપૂરના ચાહકો તેનો બચાવ કરી રહ્યા છે અને પ્રશંસા પણ કરી રહ્યા છે. સોનમે મેચિંગ સ્પોર્ટ્સ બ્રાલેટ સાથે ટી શર્ટ મેચ કરી છે. અને તે ટી શર્ટને ઉપરથી પકડી પોઝ આપી રહી છે. તે તેની ટોન્ડ મિડ્રિક અને હિપ્સ ફ્લોન્ટ કરી રહી છે. તેની કમર પર ગોલ્ડન કલરની બેલી ચેન પણ વીડિયોમાં જોવા મળી રહી છે.
સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે લંડનમાં હતી. કપલ લોકડાઉન સમયે સાથે રહ્યા હતા. લંડનથી સોનમ કપૂર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હતી. વોગ મેગેઝીન સાથે વાત કરતા સોનમ કપૂરે લંડનમાં વીતાવેલ સમયને લઇને કહ્યુ હતુ કે ત્યાં આઝાદી છે. તે પોતાનું ખાવાનું પોતે બનાવે છે. તે પોતાની જગ્યા પોતે સાફ કરે છે. ગ્રોસરી શોપિંગ પણ પોતે કરે છે.
ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરે તેના પતિ આનંદ આહુજા સાથેની એક તસવીર શેેર કરી હતી, જે આ દિવસોમાં લંડનમાં છે. સોનમે તસવીર પોસ્ટ કરતા લખ્યુ હતુ કે, હું તમનેે ઘણુ યાદ કરી રહી છું. તમને જોવા માટેની રાહ નથી જોઇ શકતી. તમને જણાવી દઇએ કે, સોનમ કપૂરે મે 2018માં પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.
તમને જણાવી દઇએ કે, છેલ્લા મહિને સોનમ કપૂર ભારત આવી હતી અને એરપોર્ટ પર તે પિતા અનિલ કપૂર સાથે જોવા મળી હતી. તે દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. એરપોર્ટ પર સોનમ કપૂરનો લુક જોઇ લોકોએ તેના પ્રેગ્નેટ હોવાના ક્યાસ લગાવવાના શરૂ કરી દીધા હતા.
View this post on Instagram