અભિનેત્રી સોનમ કપૂરે પ્રગ્નેન્સી દરમ્યાન લંડન સ્થિત ઘરે કાકા-કાકી સાથે લીધો લંચનો આનંદ, કાકી મહીપ કપૂરે શેર કરી સુંદર તસવીરો

પ્રેગ્નેન્ટ સોનમ કપૂરે કાકા-કાકી સંજય અને મહીપ કપૂર સાથે કર્યું લંચ, તસ્વીરોમાં દેખાડી દીધું બેબી બમ્પ

બોલિવૂડ ડીવા સોનમ કપૂર આ દિવસોમાં તેની પ્રેગ્નેન્સીને લઈને ખુબ ચર્ચામાં રહે છે. ચાહકો તેની એક ઝલક જોવા માટે આતુરતથી રાહ જોતા હોય છે. તેવામાં અભિનેત્રીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે કાકા-કાકી સંજય કપૂર અને મહીપ કપૂરની સાથે તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી હતી.

મહીપ કપૂરે 29 જૂન 2022ના રોજ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી જે હાલ ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરો પરથી લાગી રહ્યું છે કે આ એક ફેમિલી લંચ માટે ભેગા થયા હતા. આ ભવ્ય લંચનું આયોજન સોનમ કપૂરે લંડન સ્થિત તેના ઘરમાં કર્યું હતું. તસવીરોમાં મહીપની સાથે સોનમ કપૂર અને આનંદ આહુજા નજર આવી રહ્યા છે.

આ સિવાય સંજય કપૂર અને તેનો પુત્ર જહાન કપૂર પણ નજર આવી રહ્યો છે. મહીપે તસવીરો શેર કરતા લખ્યું હતું કે મારી પ્રેમાળ ભત્રીજી, બેબી બમ્પ અને આનંદ આહુજા. દરેક વસ્તુ અભૂતપૂર્વ છે.પરિવાર. મહીપે જે તસવીરો શેર કરી છે તેમાં પહેલી તસવીરમાં સંજય કપૂર, મહીપ કપૂર, જહાન કપૂર, સોનમ કપૂર અને આનંદ આહુજા સોફા પર બેસેલા નજર આવી રહ્યા છે.

અન્ય તસવીરોમાં સોનમ કપૂરનો ડાઇનિંગ એરિયા અને તેના દ્વારા પરોસવામાં આવેલ અલગ અલગ ડીશની ઝલક જોવા મળી રહી છે. સંજય કપૂરે પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે,’પ્રેમાળ ભત્રીજી અને આનંદને તેના સુંદર ઘર જોવું ખુબ જ સરસ હતું. સોનમ કપૂરે માર્ચમાં તેની પ્રેગ્નેન્સીનું એલાન કર્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર ત્યારે તેની પ્રેગ્નેન્સી 4 મહિનાની હતી અને મીડિયા રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સોનમ કપૂરની ડિલિવરી ઓગસ્ટમાં થશે. જોકે હજી સુધી અભિનેત્રી કે આહુજા પરિવાર તરફથી આ નિવેદન પર કોઈ જાણકારી આપવામાં આવી નથી.

સોનમ કપૂરના મોઢા ઉપર પ્રેગ્નેન્સીનો ગ્લો ચોખ્ખો દેખાઈ રહ્યો હતો અને તે ખુબ જ સુંદર રીતે બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘બ્લાઇન્ડ’ છે જે શોમ મખીજા ડાયરેક્ટ કરી રહ્યા છે.

Patel Meet