સોનમ કપૂરના મોઢા પર દેખાયો પ્રેગ્નેન્સી ગ્લો, તસવીરમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી અભિનેત્રી

કપૂર ખાનદાનમાં ગુંજશે કિલકારી: સફેદ વેસ્ટર્ન આઉટફિટમાં પ્રેગ્નેન્ટ સોનમ કપૂરે ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ, તસવીરોમાં લાગી ‘અપ્સરા’

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે થોડા મહિના પહેલા કહ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે અને જલ્દી માતા બનવાની છે. સોનમ કપૂર આ દિવસોમાં તેની પ્રેગ્નેન્સી પિરિયડને ખુબ એન્જોય કરી રહી છે જેની ઝલક તેની લેટેસ્ટ તસવીરોમાં જોવા મળી હતી. મોસ્ટ ગોર્જીયસ અને બ્યુટીફૂલ સોનમ કપૂર પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં બનેલી છે.

સોનમે જ્યારથી તેની પ્રેગ્નેન્સીની ખબર શેર કરી હતી ત્યારથી ચાહકોની ખુશી ખુબ વધી ગઈ છે. તેવામાં અભિનેત્રીએ તેની મૈટરનિટી ફોટોશૂટની તસવીર શેર કરીને ચાહકોની ખુશીને ડબલ કરી દીધી છે. ફેશન ડીવા સોનમ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવા સુપર સિઝલિંગ અવતારમાં તેની ગ્લેમરસ અને સ્ટનિંગ તસવીરો શેર કરી છે. સોનમ અબુ જાની- સંદીપ ખોસલાના સફેદ ડ્રેસમાં કોઈ અપ્સરા જેવી ચાર્મિંગ લાગી રહી છે.

સોનમ કપૂર ભારતના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાનીની જન્મ દિવસની પાર્ટીમાં પહોંચી હતી. આ દરમ્યાન અભિનેત્રીએ વેસ્ટર્ન કપડાંને બદલે એવા કપડાં પહેર્યા હતા જે પારંપરિક હતા. સફેદ સાટિન ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટમાં સોનમ કપૂરના લુકને તેની ડાર્લિંગ બહેન રિયા કપૂરે સ્ટાઇલ કરી છે. સોનમે તેના ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસની સાથે ગોલ્ડન લોન્ગ નેકપીસ કેરી કરેલું હતું અને નાની ઈયરિંગ્સ પહેરીને તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો.

સોનમ કપૂરે સફેદ ક્લાસી ડ્રેસની સાથે તેના મેકઅપને પણ ખાસ રાખ્યો હતો. કાજલ અને આઇલાઇનરની સાથે સોનમે તેની આંખોને સ્મોકી લુક આપ્યો હતો. અભિનેત્રીએ વાળને સ્ટ્રેટ મિડિલ પાર્ટેડ લુકમાં રાખ્યા હતા. સોનમ દરેક તસવીરમાં ગ્રેસની સાથે પોઝ આપી રહી હતી કે જોવા વાળા જોતા જ રહી ગયા હતા. સોનમની તસવીરોમાં અદાઓ, નઝાકત અને એટિટ્યૂડ બધી વસ્તુનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું હતું.


સોનમ દરેક તસવીરમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી હતી. સોનમની તસવીરમાં બેકગ્રાઉંડ પણ ખુબ જ ક્લાસી હતું જે તેના લુકને ખુબ જ સારી રીતે કોમ્પ્લીમેન્ટ કરી રહ્યું હતું. બેબી બમ્પ ફ્લોન્ટ કરતી સોનમના નવા અવતાર પર ચાહકો તેમનું દિલ હરિ બેઠા છે. સોનમ કપૂરનો ડિવાઇન લુક દરેક લોકોને મદહોશ કરી રહ્યો છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં ખુબ વખાણ પણ કરી રહ્યા છે.

Patel Meet