સોનાલી ફોગાટની કુલ સંપત્તિ જાણી રહી જશો હેરાન, બિગબોસમાં એક દિવસના મળતા હતા 80 હજાર રૂપિયા

બાપ રે બાપ, અધધધધ કરોડોની સંપત્તિ મૂકીને ચાલી ગઈ એક્ટ્રેસ સોનાલી…બિગબોસમાં એક દિવસના મળતા હતા 80 હજાર રૂપિયા

ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું ગોવામાં મોત થયુ હતુ. ગઇકાલના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન સોનાલી ફોગાટની એકમાત્ર પુત્રી યશોધરાએ તેના પિતરાઇ ભાઇ સાથે મળી માતાના દેહને મુખાગ્નિ આપી હતી. યશોધરા પહેલા પિતા અને હવે માતાના નિધનથી અનાથ થઇ ગઇ છે, અને ઘણી તૂટી પણ ગઇ છે. તેણે તેની માતાને ન્યાય મળે તેવી માગ પણ કરી છે. જણાવી દઇએ કે, સોનાલી ફોગાટે વર્ષ 2019માં આદમપુરથી ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી.

આ સિવાય તે ટિકટોક વીડિયોના કારણે પણ ચર્ચામાં રહી હતી. સોનાલી ફોગાટ બિગ બોસમાં પણ જોવા મળી ચુકી છે. સોનાલી ફોગાટનો જન્મ સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેણે હિસારની વિદ્યા દેવી જિંદાલ સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. સોનાલી ફોગાટના પતિનું થોડા વર્ષો પહેલા જ નિધન થઇ ચૂક્યુ છે. અવસાન બાદથી તે તેની પુત્રી સાથે રહેતી હતી. સોનાલી ફોગાટ વર્ષ 2006માં દૂરદર્શનના એક હરિયાણવી ટીવી કાર્યક્રમમાં જોવા મળી હતી, ત્યારથી તેણે એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

વર્ષ 2016માં તેણે ટીવી શો સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. સોનાલી ફોગાટના પતિ સંજય ફોગાટ ભાજપના નેતા હતા. શંકાસ્પદ સંજોગોમાં પતિના મોત બાદ તે ભાજપમાં જોડાઇ હતી તે બાદ તે ભાજપ મહિલા મોરચાની ઉપાધ્યક્ષ બની હતી. સોનાલી ટિકટોક વીડિયો દ્વારા ફેમસ થઇ હતી. સોનાલી બિગ બોસની સિઝન 14માં જોવા મળી હતી, જ્યારે વર્ષ 2019માં તેણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ સિવાય સોનાલી ફોગાટ વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

હિસારમાં જન્મેલી સોનાલી ફોગાટ હિસારના સંત નગરમાં તેની પુત્રી સાથે રહે છે. અહીં તેનું અદ્ભુત ઘર છે. સોનાલી ફોગાટ પણ એક ફ્લેટ અને પ્લોટ ધરાવે છે. સોનાલીનો નોઈડાના સેક્ટર-52માં ફ્લેટ છે, જ્યારે હિસારના ગંગવા ગામમાં 117 યાર્ડનો પ્લોટ છે. આ સિવાય સોનાલી પાસે બ્લેક કલરની મહિન્દ્રા XUV કાર છે. મળતી માહિતી મુજબ સોનાલી ફોગાટ એક ફિલ્મ માટે 20થી 25 લાખ રૂપિયા લેતી હતી.

તેણે બિગ બોસમાં પ્રતિ એપિસોડ 80 હજાર રૂપિયા ચાર્જ કર્યા હતા. બીજેપી નેતા સોનાલી ફોગાટ કરોડોની સંપત્તિની માલિક હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાલી 2.5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિની માલકિન હતી. સોનાલી ફોગાટે 2019ની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં 25 લાખ 61 હજાર રૂપિયાની ચલ અને 2 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા અચલ સંપત્તિ બતાવી હતી.

Shah Jina