15 વર્ષ પછી પણ ખુબ જ હોટ દેખાય છે ઇમરાન હાશ્મીની આ અભિનેત્રી, લેટેસ્ટ તસવીરો જોઈને તો મોઢામાંથી લાળ ટપકી જશે

“જન્નત” ફિલ્મમાં જે અભિનેત્રીને રસ્તા વચ્ચે ઇમરાન હાશ્મીએ પ્રપોઝ કર્યું હતું એ અભિનેત્રીની આજે પણ હોટ દેખાય છે જુઓ

Sonal Chauhan Bold Photo : બોલીવુડની ચમક દમકથી તો આપણે બધા જ પરિચિત છીએ. બોલીવુડના સેલેબ્સ ખુબ જ આલીશાન જિંદગી જીવતા હોય છે. તો તે તેમની ફિલ્મો અને અભિનયના કારણે પણ તેઓ ચર્ચામાં રહેતા હોય છે. ઘણા કલાકારો એવા છે જેમને બોલીવુડમાં ખુબ જ મોટું નામ અને કામ મળ્યું છે અને કેટલાય કલાકારોએ રાતો રાત પોતાના અભિનયનો જાદુ પણ ચલાવ્યો છે.

ત્યારે ઘણા કલાકારો એવા પણ છે જેમની પાસે નામ અને શોહરત હોવા છતાં પણ બોલીવુડની દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારે એવી જ એક અભિનેત્રી છે સોનલ ચૌહાણ, જેણે 15 વર્ષ પહેલા આવેલી “જન્નત” ફિલ્મમાં જોયાનું પાત્ર નિભાવીને દરેક ઘરમાં પોતાની આગાવી ઓળખ બનાવી હતી. ત્યારે બાદ તે ઘણી ફિલ્મોમાં નજર આવી પરંતુ આ ફિલ્મ જેવી શોહરત તેને ના મળી.

ત્યારે ભલે સોનલ ફિલ્મોમાં નામ ના મેળવી શકી હોય, પરંતુ સોશિયલ મીડિયામાં તેનું જબરદસ્ત ફેન ફોલોઇંગ છે અને તે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ પણ રહે છે અને ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. હાલમાં જ તેના દ્વારા શેર કરવામાં આવેલી કેટલીક તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

સોનલ ચૌહાણનો જન્મ રાજપૂત પરિવારમાં થયો હતો. તેણે દિલ્હી પબ્લિક સ્કૂલ, નોઈડામાં અભ્યાસ કર્યો. આ પછી તેણે ગાર્ગી કોલેજ, નવી દિલ્હીમાંથી ફિલોસોફી ઓનર્સમાં સ્નાતક કર્યું. તે મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય છે. તે FHMના કવર પેજ પર પણ જોવા મળી હતી.

સોનલ પહેલીવાર હિમેશ રેશમિયાની ‘આપ કા સુરૂર’માં જોવા મળી હતી. ત્યારબાદ તે ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી. તેણે ભટ્ટ સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી હતી, જેમાંથી બે હજુ રિલીઝ થવાની બાકી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે સોનલ એક સિંગર પણ છે. તેણે દિવંગત ગાયક કેકે સાથે ફિલ્મ 3જીનું ગીત ‘કૈસે બતાઉં’ ગાયું હતું.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પછી સોનલ સાઉથ તરફ વળી. તેને તેલુગુ મૂવીમાં અભિનય કર્યો અને ટોલીવુડમાં પુનરાગમન કર્યું. તેણે દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘સાઈઝ ઝીરો’, ‘આર્ય’ અને ‘ડિક્ટેટર’નો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનલ હવે ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળશે, જેમાં પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ પણ છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Niraj Patel
error: Unable To Copy Protected Content!