લગ્નને લવ જેહાદ બતાવવા પર આગબબુલી થઇ ટીવીની ગોપી વહુ, પતિ શાહનવાઝને ગણાવ્યો ‘સાચો ભારતીય મુસ્લિમ’ કહ્યુ- તે ખોટાને ખોટુ કહેવાની

Devoleena reacts on who calls her marriage ‘Love Jihad’ : સ્ટાર પ્લસ સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ ફેમ દેવોલિના ભટ્ટાચાર્જી અવાર નવાર ચર્ચામાં રહે છે. તેણે છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તે હેપ્પી મેરિડ લાઇફ જીવી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ જણાવ્યુ હતુ કે તે તેના પતિ શાહનવાઝ સાથે ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ જોવા ગઇ હતી.

આ જાણકારી બાદ એક વ્યક્તિએ તેના પર નિશાન સાધતા તેમના લગ્નને લવ જેહાદ સાથે જોડી દીધા. હવે અભિનેત્રીએ ટ્રોલ કરનાર આ વ્યક્તિને જડબાતોડ જવાબ આપ્યો છે અને તેના પતિને સાચો ભારતીય મુસ્લિમ ગણાવ્યો છે. તાજેતરમાં જ રાઇટ વિંહ લીડર સાધ્વી પ્રાચીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં ‘ધ કેરલ સ્ટોરી’ના સ્ક્રીનિંગના ફોટા શેર કર્યા હતા. તેણે લખ્યું, ‘ધ કેરલ સ્ટોરી’ હરિદ્વારમાં દીકરીઓને ફ્રીમાં બતાવવામાં આવી.

આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે દેવોલિના વિશે વાત કરી અને તેના પતિ શાહનવાઝ શેખનો ઉલ્લેખ કર્યો. યુઝરે પોતાની કોમેન્ટમાં લખ્યું- “ડોક્ટરની જી, શું તમે દેવોલિના ભટ્ટાચાર્જને ફોન કર્યો ?” તેણે આ ફિલ્મમાં કામ કર્યું છે. #wikipedia કહે છે કે “તેના પતિનું નામ શાહનવાઝ શેખ છે.” કદાચ તમને ખબર નથી. લવ જેહાદ કી ઐસી કી તૈસી.”

યુઝરની આ કોમેન્ટ જોઈને દેવોલિનાએ પણ તેને કરારો જવાબ આપ્યો અને લખ્યું- “અરે ખાન સાબ, મને ફોન કરવાની જરૂર નથી. હું અને મારા પતિ કેરલ સ્ટોરી જોઇ આવ્યા હતા અને અમને બંનેને તે ગમી. શું તમે સાચો ભારતીય મુસ્લિમ નામ સાંભળ્યું છે ? મારા પતિ એવા લોકોમાંથી એક છે જે ખોટાને ખોટુ બોલવાની તાકાત અને હિંમત બંને ધરાવે છે. દેવોલીનાના ચાહકો આ ટ્વિટને સમર્થન આપી રહ્યા છે જેણે ટ્રોલરની બોલતી બંધ કરાવી દીધી.

તમને જણાવી દઈએ કે, દેવોલિનાએ ડિસેમ્બર 2022માં જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ અચાનક જ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જો કે, આ પછી તે ઘણીવાર શાહનવાઝ શેખ સાથે લગ્ન કરવાને કારણે ટ્રોલ થાય છે.

Shah Jina