સગાઈ બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી પરિણીતી ચોપરા, પેપરાજીના સવાલ પર આવી ગયું ચહેરા પર બ્લશ, થનાર ભરથાર રાઘવે પણ કરી દિલ જીતી લેનારી પોસ્ટ

પરિણીતી ચોપરા એરપોર્ટ પર આવતા જ પેપરાજીએ પૂછી લીધો એવો સવાલ કે થઇ ગઈ શરમથી પાણી પાણી, જુઓ વીડિયો

Parineeti Chopra spotted after the engagement : બોલીવુડના સેલેબ્સ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે છેલ્લા થોડા સમયથી અભિનેત્રી પરિણીતી ચોપરા પણ સાંસદ રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી, ત્યારે હવે આ તમામ ચર્ચાનો અંત ત્યારે આવી ગયો જયારે પરિણતિએ રાઘવ સાથે સગાઈ કરી લીધી. હવે સગાઈ બાદ પરિણીતી પહેલીવાર જાહેરમાં જોવા મળી.

હવે સગાઈ બાદ પરિણીતી એરપોર્ટ પર જોવા મળી હતી અને તે કેમેરા સામે શરમાતી જોવા મળી હતી. સગાઈ બાદ પરિણીતી પોતાના શહેરમાં પરત ફરી છે. જ્યારે પેપરાજીએ તેને અભિનંદન આપ્યા ત્યારે પરિણીતી તેના ચહેરા પરનું સ્મિત રોકી શકી નહીં. તે કેમેરાની સામે ખૂબ જ શરમાતી જોવા મળે છે અને આ સ્ટાઈલમાં તેને પાપારાઝીએ ઘણી કેદ કરી હતી.

પરિણીતીએ સફેદ ટી-શર્ટ અને જીન્સ સાથે બેજ જેકેટ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં પરિણીતીને જોઈને કેટલાક ફેન્સ તેની તરફ દોડતા પણ જોવા મળે છે. પરિણીતીએ આ ફેન્સ સાથે પોઝ પણ આપ્યા હતા. પરિણીતી પેપરાજીની શુભેચ્છા બદલ આભાર માનતી જોવા મળે છે.

આ વખતે પરિણીતી એરપોર્ટ પર એકલી જોવા મળી હતી, રાઘવ ચઢ્ઢા તેની સાથે જોવા મળ્યા ન હતા. સગાઈની સાથે જ પરિણીતી અને રાઘવે તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યાની સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ચાહકો તરફથી અનેક અભિનંદનની વર્ષા થવા લાગી. પરિણીતીએ પણ પોતાની સગાઈ બાદની ઘણી તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તો પરિણીતીના થવા વાળા પતિ રાઘવે પણ તેના સોશિયલ મીડિયામાં એક હ્રુદયસ્પર્શી પોસ્ટ કરી હતી. રાઘવે પોસ્ટના કેપશનમાં લખ્યું, “એક દિવસ, આ સુંદર છોકરી મારા જીવનમાં આવી, જેણે મારા જીવનને સ્મિત અને હાસ્યથી મારા જીવનને રોશનીથી ભરી દીધું. કોઈ આશ્ચર્ય નથી કે અમારી સગાઈ એક એવો આનંદદાયક પ્રસંગ હતો જ્યાં આનંદ, હાસ્ય, ખુશી અને આનંદના આંસુ અમારા પરિવારને વધુ નજીક લાવ્યા, ખાસ કરીને પંજાબી રીતે !”

Niraj Patel