Sonakshi Sinha Zaheer Iqbal Wedding : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી સિન્હા તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂન 2024ના રોજ લગ્ન કરવા જઈ રહી છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા લોકોમાં તેની એક્ટિંગ કરિયર કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચાનો વિષય રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાક્ષી આ મહિને તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
સોનાક્ષીના લગ્નના વેન્યુથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધીની ઘણી બાબતો ધીમે ધીમે સામે આવી રહી છે. જોકે, સોનાક્ષી કે ઝહીરે આ લગ્ન અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે આ દરમિયાન સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હાએ આ લગ્નને લઈને પોતાની પ્રતિક્રિયા બધાની સામે રાખી છે. શત્રુઘ્ન સિન્હાએ મીડિયા સામે સ્પષ્ટપણે કહ્યું કે આજકાલના બાળકો કંઈ પૂછતા નથી, તેઓ માત્ર પોતાનો નિર્ણય આપી દે છે.
જ્યારે શત્રુઘ્ન સિન્હાને તેમની પુત્રી સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- તેઓ હજુ સુધી આ વિશે કંઈ જાણતા નથી. હાલ તેઓ દિલ્હીમાં છે. તમને જણાવી દઈએ કે પિતા શત્રુઘ્ન સિન્હાએ તેમની પુત્રીના લગ્નના સમાચાર પર એવી રીતે પ્રતિક્રિયા આપી છે કે જાણે તેમને હજુ સુધી આ વિશે કંઈ જ ખબર નથી. ઝૂમ સાથેની ખાસ વાતચીતમાં જ્યારે શત્રુઘ્ન સિન્હાને તેમની પુત્રી સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- હું હાલમાં દિલ્હીમાં છું. હું લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદથી અહીં છું. મેં હજુ સુધી આ વિશે સોનાક્ષી સાથે કોઈ વાત કરી નથી અને મને હજુ સુધી આ વિશે કંઈપણ કહેવામાં આવ્યું નથી.
શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું- હું આ લગ્ન વિશે એટલું જ જાણું છું જેટલું મેં મીડિયામાં વાંચ્યું છે. જ્યારે પણ સોનાક્ષી મારી સાથે આ વિશે વાત કરે છે ત્યારે મારા આશીર્વાદ તેની સાથે હોય છે. હું ઈચ્છું છું કે તેને દુનિયાની બધી ખુશીઓ મળે. શત્રુઘ્ન સિંહાએ કહ્યું- મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે કે તે કોઈ ખોટો નિર્ણય લઈ શકે નહીં. તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો લઈ શકે છે. જ્યારે પણ તે લગ્ન કરશે, હું તેના લગ્નની વરઘોડામાં નાચીશ.
તેમને આગળ કહ્યું કે “હું એટલું જ કહેવા માંગુ છું કે આજકાલના બાળકો તેમના માતા-પિતાને પૂછતા નથી, તેઓ આવીને તેમને કહે છે. અમે લગ્નમાં હાજરી આપવા માટે જ રાહ જોઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શત્રુઘ્ન સિન્હાને તેમના ભાવિ જમાઈને લઈને મુશ્કેલી થઈ રહી છે. વાસ્તવમાં તેનો ભાવિ જમાઈ મુસ્લિમ છે. એટલે ઝહીર સાથે લગ્ન બાદ સોનાક્ષીને પણ મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે.