મનોરંજન

સોનાક્ષીએ મનીષ સાથે જંગલમાં કર્યું આ કામ, જુઓ વાયરલ થઇ રહેલી તસ્વીરો ક્લિક કરીને- સોનાક્ષીએ આછો મેકઅપ લગાવ્યો અને વાળ પણ ખુલ્લા રાખ્યા

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં ફિલ્મ દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને સોનાક્ષી એકત્ર અને હોસ્ટ મનીષ પૉલ સાથે જંગલમાં ફરવા ગઈ છે. આ દરમ્યાનની તસ્વીરો સોનાક્ષીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં સોનાક્ષી ગ્રે ટોપ અને કાર્ગો પેન્ટમાં ખૂબ જ કૂલ દેખાઈ રહી છે. સાથે જ તેને હેટ પણ પહેરી છે. જે તેના લૂકને કમ્પ્લીટ કરે છે. આ લૂક સાથે સોનાક્ષીએ આછો મેકઅપ લગાવ્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે, જેના કારણે સોનાક્ષી વધુ સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

The Da-Bangg Tour Celebs: #ManieshPaul & #SonakshiSinha Reunite For An Ad Film!

A post shared by Box Office Income (@boxofficeincome) on

આ તસ્વીરોમાં સોનાક્ષી સાથે હોસ્ટ મનીષ પૉલ પણ દેખાઈ રહ્યો છે, જેને ટી-શર્ટ અને જીન્સ પહેર્યું છે. બંને સ્ટાર્સ જીપ પર પોઝ આપીને ઉભા છે. તેમની આ તસ્વીરોમાં તેમના વચ્ચનો બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમની આ તસ્વીરો કોઈ એડ શૂટના સમયની છે.

 

View this post on Instagram

 

You cant hide from me!! #mp #shootmode #life #mood #adshoot #superfun #comingsoon

A post shared by Maniesh Paul (@manieshpaul) on

આ તવસીરો સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેમના ચાહકો આ તસ્વીરો પર કૉમેન્ટ્સ પણ કરી રહયા છે. જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા અને મનીષ પૉલ ખૂબ જ સારા મિત્રો છે. આ બંને ઘણીવાર સ્ટેજ શેર કરતા જોવા મળે છે. થોડા સમય પહેલા પણ મનીષ અને સોનાક્ષી રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 10ના સ્ટેજ પર સાથે દેખાયા હતા.

 

View this post on Instagram

 

हम हैं बड़े HaT-के 🍂

A post shared by Sonakshi Sinha (@aslisona) on

આ સમયે બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી અને સોનાક્ષીએ મનીષને સાડી પહેરવામાં મદદ કરી હતી. આ જોડીએ સલમાન ખાનના દબંગ ટૂરમાં પણ સ્ટેજ શેર કર્યું હતું.

 

View this post on Instagram

 

HaT-आ सावन कि घटा…

A post shared by Sonakshi Sinha (@aslisona) on

ફિલ્મોની વાત કરીએ તો સોનાક્ષીની ફિલ્મ ખાનદાની શફાખાના તાજેતરમાં જ રિલીઝ થઇ હતી, જેમાં તેની સાથે અનુ કપૂર, વરુણ શર્મા અને બાદશાહ પણ જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.