રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે આ વીડિયો જીતી રહ્યો છે આખી દુનિયાનું દિલ, સૈનિકે પોતાની પ્રેમિકાને એવા અંદાજમાં પ્રપોઝ કર્યું કે… જુઓ વીડિયો

રશિયાના હુમલા બાદ યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. રશિયાના હુમલાથી જીવ બચાવવા માટે લાખો લોકો પડોશી દેશોમાં શરણ લઈ રહ્યા છે. આ દરમિયાન ઘણા બધા વીડિયો અને તસવીરો સામે આવી જેને જોઈને આપણું હૈયું પણ ભાંગી પડ્યું હશે, પરંતુ ઘણા એવા દૃશ્યો પણ જોવા મળ્યા જેને દુનિયાનું દિલ જીતી લીધું.

હાલ યુક્રેનનો એક હૃદય સ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુક્રેનનો એક સૈનિક તેની ગર્લફ્રેન્ડને ચેકપોઇન્ટ પર પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનિયન સૈનિક તેની ગર્લફ્રેન્ડને આશ્ચર્યમાં મૂકીને ઘૂંટણિયે પડીને તેને પ્રપોઝ કરે છે. આ જોઈને સૈનિકની ગર્લફ્રેન્ડ ચોંકી જાય છે.

જેના બાદ સૈનિકની ગર્લફ્રેન્ડ પણ શરમાઈને સૈનિકને ભેટી પડે છે. વીડિયો કિવનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનની રાજધાની કિવમાં એક ચેકપોઈન્ટ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. યુક્રેનના સૈનિકો અહીંથી આવતા-જતા લોકોના વાહનોની તપાસ કરી રહ્યા છે અને લોકોને પણ તપાસી રહ્યા છે.

વીડિયોમાં એક મહિલા ચેકપોઇન્ટ પર પોતાની કાર છોડીને જતી જોઇ શકાય છે. આ દરમિયાન એક સૈનિક તેની સામે ઘૂંટણિયે બેસીને તેને પ્રપોઝ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સૈનિક હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને જઈ રહ્યો છે, જેને તે પોતાની પાછળ છુપાવીને રાખે છે. મહિલા તેની સામે આવતાની સાથે જ સૈનિક એક હાથે વીંટી અને બીજા હાથે ગુલદસ્તો આપીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૈનિકને અચાનક આવું કરતા જોઈને છોકરી પહેલા તો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ પછી, તે સૈનિકને ભેટે છે. આ નજારો જોઈને ત્યાં હાજર અન્ય સૈનિકો તાળીઓ પાડવા લાગ્યા. આ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુક્રેનના બે સૈનિકોએ યુદ્ધના મેદાનમાં લગ્ન કર્યા હતા. વીડિયોમાં એક યુક્રેનિયન સૈનિક ગિટાર વગાડતો દેખાડવામાં આવ્યો હતો, જ્યારે દુલ્હન તેના હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને ઉભી હતી. આ વીડિયોની ગુજ્જુરોક્સ પુષ્ટિ નથી કરતું.

Niraj Patel