અનન્યા પાંડેની દાદીના ચોથા પર પહોંચ્યા સેલેબ્સ, સલમાન ખાનના ભાઇ-બહેન થયા સ્પોટ

અનન્યાની દાદીની ચોથામાં સામેલ થયા મોટા મોટા સેલિબ્રિટીઓ, જુઓ તસ્વીરોમાં અનન્યાની હાલત કેવી થઇ ગઈ

બોલિવુડ અભિનેતા ચંકી પાંડેની માતા અને અભિનેત્રી અનન્યા પાંડેની દાદી સ્નેહલત્તા પાંડેનું 4 દિવસ પહેલા નિધન થઇ ગયુ છે. તેમનુ મંગળવારે ચોથુ રાખવામાં આવ્યુ હતુ અને જેમાં બોલિવુડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

ચંકી પાંડેની માતાના ચોથામાં સલમાન ખાનના ભાઇ સોહેલ ખાન અને તેમની પત્ની સીમા ખાન સામેલ થયા હતા.

સલમાન ખાનની બહેન અલવીરા ખાન પતિ અતુલ અગ્નિહોત્રી સાથે જોવા મળી હતી. માતાના ચોથામાં ચંકી પાંડે ઘણા ઉદાસ જોવા મળ્યા હતા. તમને જણાવી દઇએ કે, સ્નેહલત્તા પાંડે જાણિતા સર્જન શરદ પાંડેના પત્ની હતી અને તેઓ પોતે પણ ફિજીશિયન હતા.

તેમના બે દીકરા છે ચંકી પાંડે અને ચિક્કી પાંડે. સ્નેહલત્તા પાંડેનું નિધનની ખબર સાંભળતા જ ઘણા સેલેબ્સ પાંડે હાઉસ પહોંચ્યા હતા.

દાદીને ખોવાનુ ગમ અનન્યા પાંડેના ચહેરા પર જોવા મળી રહ્યુ હતુ, તે ઘણી ઉદાસ હતી અને ચંકી પાંડે પણ ઉદાસ જોવા મળી રહ્યા હતા.

સોહેલ ખાનની પત્ની સીમા ખાન આ મોકા પર સફેદ કુર્તો અને જીન્સમાં જોવા મળી હતી. ત્યાં જ સોહેલ ખાન  બ્લેક ટીશર્ટમાં જોવા મળ્યા હતા.

ચંકી પાંડે પત્ની ભાવના સાથે જોવા મળ્યા હતા અને તે બંને ઘણા ઉદાસ જોવા મળ્યા હતા. અનન્યા પાંડેએ આ દરમિયાન સફેદ રંગનો સલવાર સુટ કેરી કર્યો  હતો. આ બધાએ સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

Shah Jina